Rajkot: સોસાયટીમાં દારૂ પીને દંગલ કરતા શખ્સોને લઈ લોકોમાં આક્રોશ, પોલીસ ફરિયાદ છતા કાર્યવાહી નહી
રાજકોટના રંગઉપવન સોસાયટીમાં દારૂ પીને દંગલ કરતા શખ્સોને લઈ સોસાયટીના લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો છે. એબીપી અસ્મિતા દ્વારા આજે સોસાયટીના લોકોની મુલાકાત લીધી હતી.
રાજકોટ: રાજકોટના રંગઉપવન સોસાયટીમાં દારૂ પીને દંગલ કરતા શખ્સોને લઈ સોસાયટીના લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો છે. એબીપી અસ્મિતા દ્વારા આજે સોસાયટીના લોકોની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકો દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યા છે કે તેમાં જોઈ શકાય છે કે પાંચ થી સાત લોકો દારૂ પીને દંગલ કરી રહ્યા છે.
રાજકોટ એરપોર્ટ રોડ પર આવેલા હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં સાંજ પડે અને દારૂ પીને શખ્સો દ્વારા દંગલ કરવામાં આવે છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગઉપવન સોસાયટી આવે છે. સોસાયટીના લોકો દ્વારા રાજકોટ ગાંધીગ્રામ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી. સાંજ પડે એટલે દેશી દારૂ પીને અમુક શખ્સો સોસાયટીમાં આવી જાય છે. રાજકોટ પોલીસ દ્વારા દારૂ પીને દંગલ કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવવાની જરૂર છે.
મહિલાઓએ કહ્યું કે, દારૂ પીને દંગલ કરે છે અને અમારા ઘર પાસે સુઈ જાય છે. સોસાયટીમાં આવીને ડેલા ખખડાવે છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગત શનિવારે પણ દારૂડિયાઓ વિરુદ્ધ અરજી આપી છે. અરજી આપ્યા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોએ કહ્યું આ ઘણા સમયથી પ્રશ્ન છે પરંતુ થોડા સમયથી દારૂ પીને દંગલ વધ્યા છે. રંગઉપવન સોસાયટીમાં 116 જેટલા મકાનો આવેલા છે. આ સોસાયટીમાં બેંકના કર્મચારીઓ સૌથી વધુ સંખ્યામાં રહે છે.
ભાજપે રાજકોટના નવા પદાધિકારીઓના નામની કરી જાહેરાત
રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત થઈ ગઈ છે. નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના નવા મેયર બન્યા છે તો નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરના નવા ડેપ્યુટી મેયર બન્યા છે. આ સિવાય મનપાના અન્ય પદાધિકારીઓની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી હતી સાથે જ લીલુ જાદવ રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા બન્યા છે.
ભાવનગરના નવા મેયરના નામની જાહેરાત
ભરતભાઈ બારડ ભાવનગર શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય મોનાબેન પારેખને ભાવનગર શહેરના નવા ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. ભાવનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની વરણી કરવામાં આવી હતી. તે સિવાય કિશોરભાઈ ભાવનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.