Gujarat Rain: રાજકોટના આ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની અણીએ, ફાયર વિભાગે લીધો મોટો નિર્ણય
બોડેલી અને અમદાવાદ બાદ હવે રાજકોટનાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજકોટના ધર્મેન્દ્ર મેન રોડ પર એક જૂનું બિલ્ડીંગ ધરાસાયી થવાની અણી પર છે.
Gujarat Rain Update: બોડેલી અને અમદાવાદ બાદ હવે રાજકોટનાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજકોટના ધર્મેન્દ્ર મેન રોડ પર એક જૂનું બિલ્ડીંગ ધરાસાયી થવાની અણી પર છે. આ પરિસ્થિતિની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગમચેતીના ભાગ રૂપે ફાયર વિભાગ તેમજ પોલીસ દ્વારા બિલ્ડીંગ ખાલી કરાવી રસ્તા બ્લોક કરાયા છે.
મકાનનો સ્લેબ ધરાશાયી
આ ઉપરાંત દાહોદના મારગાળા ગામે મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરશાયી થતા બે પશુઓનાં મોત નિપજ્યા છે. વરસાદ સાથે મકાન ઉપર વીજળી પડતા મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા એક બળદ અને ભેંસનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ઘરમાં રહેલી ચીજ વસ્તુઓ દબાઈ ગઈ હતી.
આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ કરતા આજે વરસાદ નું પ્રમાણ અને જોર ઘટ્યું છે. આવતી કાલ થી રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ છે. તંત્રને સુસજજ રહેવા કહેવાયું છે. સાંજ બાદ નુક્શાની ના સર્વેની કામગીરી શરૂ થશે. 18 એનડીઆરએફ ની ટિમો હાલ ડિપોલોઇડ કરવામાં આવી છે. 511 વ્યક્તિઓ ને રેસકયું કરવા પડ્યા છે. ગઈ કાલે નર્મદા ના કરજણ ખાતે 21 વ્યક્તિઓને નદી માં વહેણમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. 17896 લોકો નું સ્થળાંતરણ કરવું પડ્યું છે. 9671 લોકો ને ફરી ઘરે પહોંચાડી દીધા છે. 73 બસ રૂટ બંધ છે. 124 ગામોમા વીજળી ડુલ થઈ હતી જે પૈકી મોટાભાગના ગામમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત થઈ જશે.
રોડ પર પાણી નીકળતું હોય ત્યારે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ ન કરવો. 6 જેટલા લોકો ના મૃત્યુ ના બનાવો બન્યા છે પણ તેમાં તંત્ર ની ભૂલ ન હતી. 3 ઓટો રીક્ષા પર ઝાડ પડ્યું દહેગામમા. ત્રણ મૃત્યુ થયા. વલસાડમા વેનમા બેસેલા 4 વ્યક્તિએ ચેક ડેમ પરથી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો જેમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો. 69 મૃત્યુની ઘટના વરસાદની સિઝનમા ગુજરાતમાં થયા છે.