સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે સરકારે ખુલાસો માગ્યો
ઉચ્ચ શિક્ષણ વિભાગે હકીકત લક્ષી અહેવાલ મંગાવતા કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની સૂચના મુજબ રજિસ્ટ્રાર દ્વારા સરકારમાં અહેવાલ મોકલાયો છે.
Saurashtra University: રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે અધ્યાપકોને લઈને વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે ખુલાસો સરકારે યુનિવર્સિટીને નોટિસ આપી છે. જે કોલેજોમાં નામ છે તેને બદલે અન્ય કોલેજોમાં ફરજ બજાવતા હોવાનું યુનિવર્સિટીના ચોપડે સામે આવ્યું હતું. જ્યારે ત્રણ અધ્યાપકો મૃત્યુ પામ્યા હોવા છતાં માન્ય અધ્યાપકોની યાદીમાં જીવંત બતાવવામાં આવ્યા છે.
એચ.એન.શુક્લ કોલેજના 5 પ્રોફેસરો અન્ય જગ્યાએ ફરજ બજાવે છે અને 2 પ્રોફેસરોના મૃત્યુ થયા છે. ટી.એન.રાવ કોલેજમાં સાયન્સ વિદ્યાશાખાના અધ્યાપક તરીકે ડો. નિદત બરોટનું નામ બોલતું હોવાથી નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખોટી માહિતી જાહેર કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.
હરિવંદના કોલેજના પ્રોફેસરે રાજીનામુ આપી દીધું છતાં યુનિવર્સિટીના ચોપડે પ્રોફેસર કાર્યરત હોવાનું સામે આવ્યું છે. સ્વ. જયેશ પટેલ, સ્વ.નીતિન પોપટ અને સ્વ. ચેતન ઉપાધ્યાયના મૃત્યુ થયા છતાં કોલેજોમાં તેના નામ બોલતા હોવાથી સરકાર હરકતમાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગે હકીકત લક્ષી અહેવાલ મંગાવતા કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની સૂચના મુજબ રજિસ્ટ્રાર દ્વારા સરકારમાં અહેવાલ મોકલાયો છે.
300 જેટલા કર્મચારીઓનો પગાર અધ્ધરતાલ, જાણો
Rajkot: રાજકોટમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યો છે, હવે વધુ એક મોટો વિવાદ રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. આ વિવાદ કર્મચારીઓના પગારને લઇને ઉભો થયો છે.
માહિતી પ્રમાણે, રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં 300 જેટલા કર્મચારીઓનો પગાર નથી ચૂકવાયો, આ 300 કર્મચારીઓ કરાર આધારિત હતા, અને તેમનો પગાર ના ચૂકવાતા વિવાદ વધુ વકર્યો છે. ખાસ વાત છે કે, 10 હજારથી લઈને 30 હજાર સુધીના પગારના કર્મચારીઓના પગાર અટવાયા છે. 5 તારીખને બદલે આજે 15 તારીખ થઈ છતાં પગાર ના ચૂકવાતા કર્મચારીઓ હેરાન પરેશાન થઇ છે. માણસો પુરા પડતી એજન્સીનો કૉન્ટ્રાકટ પણ 31 માર્ચે પુરો થઇ ગયો છે. નવી એજન્સીએ સિક્યૉરિટી ડિપૉઝીટ સહિતનું ચૂકવણું ન કરતા પગાર અટક્યો છે. મહેકમ વિભાગે જુની એજન્સીને ફરી કામ સોંપ્યું હોવાની ચર્ચા પણ વહેતી થઇ છે. જોકે, વિવાદ વધુ ગરમાતા આજે સંભવતઃ પગાર ચૂકવાઇ જાય તેવી શક્યતા છે. અત્યારે કરાર આધારિત તમામ કર્મચારીઓમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે.