શોધખોળ કરો
Advertisement
ભાજપના દિગ્ગજ નેતા અભય ભારદ્વાજની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગત
છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર પછી ફેફસાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજની હાલ ચેન્નઇમાં MGM હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
રાજકોટઃ ગુજરાત ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ, અભય ભારદ્વાજની ચેન્નઈ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે તેમના ભાઈ નીતિન ભારદ્વાજ ચેન્નઈ પહોંચ્યા છે અને ભારદ્વાજની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ચેન્નઈમાં ભારદ્વાજની ફિજીયોથેરાપીની સારવાર કરવામાં આવશે.
નોંધનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર પછી ફેફસાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજની ચેન્નઇમાં MGM હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ સારવાર કરી રહ્યા છે. ગત અઠવાડિયાએ તેમને ચેન્નઈ લઈ જવાયા ત્યારે તેમેના ભાઈ નીતિનભાઈએ મીડિયાને માહિતી આપી હતી કે, ઓક્સીજન સુધારા પર ન હોવાથી વધુ સારવાર માટે ચેન્નઈની લઈ જવાશે. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હોવાનું તેમના ભાઇ નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. જરૂર જણાય તો ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની પણ તૈયારી દાખવવામાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વિખ્યાત ડો. કે. આર. બાલાક્રિષ્નન ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોનાં નિષ્ણાત છે. કોરોના કાળમાં અને તે પહેલાં અનેક કપરાં કેસોમાં ડૉ. બાલાક્રિષ્નન સફળતા મેળવી ચૂક્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement