શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રની કઈ તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા ભાજપે પોતાના સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલવા પડ્યા ?
મોરબીની વાંકાનેર તાલુકા પંચાયતના ભાજપ-કોંગેસ બનેના સભ્યો અજ્ઞાતવાસમાં છે. પાતળી સરસાઈ હોય જેથી જીતનો કોળીયો છીનવાઈ ન જાય ભાજપના સભ્યો અજ્ઞાતવાસમાં છે.
મોરબીઃ સૌરાષ્ટ્રની વધુ એક તાલુકા પંચાયત ચૂંટણી પછી ચર્ચામાં આવી છે કે, જૂનાગઢની વંથલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યે ભાજપને ટેકો જાહેર કરતાં ત્યાં ભાજપે તાલુકા પંચાયત કબ્જે કરી લીધી છે. જોકે, હવે સૌરાષ્ટ્રની વધુ એક તાલુકા પંચાયતમાં પાતળી સરસાઇ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેના સબ્યો અજ્ઞાત વાસમાં જતા રહ્યા છે.
મોરબીની વાંકાનેર તાલુકા પંચાયતના ભાજપ-કોંગેસ બનેના સભ્યો અજ્ઞાતવાસમાં છે. પાતળી સરસાઈ હોય જેથી જીતનો કોળીયો છીનવાઈ ન જાય ભાજપના સભ્યો અજ્ઞાતવાસમાં છે. ભાજપની જેમ કોંગેસના સભ્યો અજ્ઞાતવાસમાં છે. વાંકાનેર તાલુકા પંચાયતના કુલ 24 સભ્યો છે, જેમાંથી ભાજપના 13 અને કોંગ્રેસના 11 સભ્યો છે.
ભાજપ તાલુકા પંચાયત બચાવવાના પ્રયાસો તો કોંગ્રેસના સભ્યો તૂટે નહિ તે માટે અજ્ઞાત વાસમાં હોવાનો સૂત્રો જણાવી રહ્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ ભાજપનું શાશન આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement