શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના કયા સાંસદને થયો કોરોના? જન્માષ્ટમીની ઉજવણી પડી ભારે
પોરબંદરના સાસદ રમેશભાઈ ધડુકના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યા પછી સાંસદ પોતે પણ સંક્રમિત થયા છે. એટલું જ નહીં, તેમના પુત્રવધૂ મોનાબેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને જાણીતાં લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. પોરબંદરના સાસદ રમેશભાઈ ધડુકના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યા પછી સાંસદ પોતે પણ સંક્રમિત થયા છે. એટલું જ નહીં, તેમના પુત્રવધૂ મોનાબેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે તેમના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને પોતાના ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરવી ભારે પડી છે.|
મળતી વિગતો પ્રમાણે હાલ, ત્રણેયની તબિયત સારી છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિ આવ્યા પછી સાંસદ રમેશભાઈ પોતાના ગોંડલ સ્થિત ઘરે હોમ આઇસોલેટ થયા છે. સોશિયલ મીડિયા મારફત તેમને આ જાણકારી આપી છે. નોંધનીય છે કે, ગત 12મીએ તેમના ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગીતા રબારી સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. હવે તેમના કારણે જાણીતાં લોકગાયિકા ગીતા રબારીને પણ કોરોના પોઝિટિવ આવવાની શક્યતા છે. સાંસદ રમેશ ધડૂકના પુત્ર ડો. નેમીષ અને સાંસદ રમેશભાઈ ધડુકને કોરોના થયો છે. સાંસદ પુત્ર ડો. નેમીષનો રીપોર્ટ કોરોના પોઝિટિવ પાછળથી આવ્યો હતો છતાં તેમના સંપર્કમાં આવનારા તમામને કોરોના થવાનો ખતરો છે.
આ કાર્યક્રમમાં 50 લોકોની જગ્યાએ વધુ લોકો એકત્ર થયા હતા. જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયા બાદ સાંસદ પુત્રનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement