શોધખોળ કરો
Advertisement
ગોંડલ નાગરિક બેંકની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપની જીત, જાણો સાંસદ સહિત ક્યા ધુરંધરો ચૂંટાયા?
ભાજપ પ્રેરીત પેનલનાં આઠ ઉમેદવારો ચૂંટણીમાં જીત્યા છે. વિજેતા ઉમેદવારોમાં સાંસદ રમેશભાઈ ધડુક, ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને બેન્કના માજી ચેરમેન જયંતિભાઇ ઢોલનો સમાવેશ થાય છે
ગોંડલ: ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન ગોંડલ નાગરીક સહકારી બેન્કની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ પ્રેરીત પેનલનાં આઠ ઉમેદવારો ચૂંટણીમાં જીત્યા છે. વિજેતા ઉમેદવારોમાં સાંસદ રમેશભાઈ ધડુક, ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને બેન્કના માજી ચેરમેન જયંતિભાઇ ઢોલનો સમાવેશ થાય છે.
બીજી તરફ પ્રતિસ્પર્ધી પેનલમાંથી બેન્કના ભૂતપૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથાં ઓમદેવસિંહ જાડેજા વિજયી બન્યાં છે. જો કે તેમની પેનલના અન્ય ઉમેદવારો પરાજિત થયા છે. ડેલિગેટ પ્રથા નાબૂદ થયા બાદ દસ વર્ષના લાંબા સમય બાદ યોજાયેલી ચૂંટણી ભારે ઉતેજનાત્મક બની હતી.
આ ચૂંટણીમાં સાંસદ રમેશભાઈ ધડુક 233 તથા જયરાજસિંહ જાડેજા 149 મતની લીડથી જીત્યા છે જયારે જયંતિભાઇ ઢોલ માત્ર 99 મતની પાતળી સરસાઇથી વિજયી બન્યાં છે. જયંતિભાઇ ઢોલ ફરી બેંકના ચેરમેન બને તેવી શક્યતા છે.
ભાજપ પ્રેરીત પેનલનાં ઉમેદવારોમાં રમેશભાઈ ધડુક ને 4360, જયરાજસિંહ જાડેજાને 4276, જયંતિભાઇ ઢોલને 4226, ડો.પ્રમોદભાઇ પટેલને 4175, કુરજીભાઇ વિરડીયાને 4127, પ્રહલાદભાઇ પારેખને 4099, શારદાબેન ઢોલને 4080 તથાં દુર્ગાબેન જોશીને 4027 મત મળ્યા છે.
ભાજપની પેનલના કિશોરભાઈ મહેતા અને સુરેશભાઈ ભાલોડીનો પરાજ્ય થયો છે. હરીફ પેનલના યતિશભાઇ દેસાઇને 4127 તથાં ઓમદેવસિંહ જાડેજાને 4013 મત મળતાં બંને જીત્યા છે. તેમની પેનલ નાં પંકજભાઇ રાયચુરા, પંકજભાઇ આસોદરીયા, વલ્લભભાઈ કનેરીયા, ધીરજલાલ ખાતરા હારી ગયા છે.
આ ઉપરાંત ગૌરાંગભાઇ મહેતા, હનીભાઇ સચદે, બિનાબેન રૈયાણી, તથાં જયશ્રીબેન ભટ્ટીનો પણ પરાજય થયો છે. કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલ ચૂંટણી તથાં મતગણતરી વખતે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion