Rajkot: રાજકોટમાં રાજ્યના પ્રથમ એક પિલર બ્રિજનું સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
રાજકોટ: આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટની ગોંડલ ચોકડી ખાતે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ગોંડલ ચોકડી બ્રિજ પર થતી હતી. છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હતું.
રાજકોટ: આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટની ગોંડલ ચોકડી ખાતે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ગોંડલ ચોકડી બ્રિજ પર થતી હતી. છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હતું. અતિ આધુનિક પદ્ધતિથી બારસો મીટરનો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. એક પિલર પર બનાવવામાં આવેલો આ બ્રિજ રાજ્યનો પ્રથમ બ્રિજ છે. આ બ્રિજના નિર્માણ કાર્યથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. રાજકોટ,જુનાગઢ, પોરબંદર,અમરેલી, શાપર વેરાવળ, ગોંડલ,ધોરાજી અને જેતપુર સહિતના જિલ્લાઓ અને તાલુકાઓને ફાયદો થશે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો જેવો રાજકોટ આવી રહ્યા છે તેમને અને રાજકોટથી જે અમદાવાદ તરફ જઈ રહ્યા છે તેમને પણ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે.આજે સાંજે 5:00 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે અહીં ટ્રાફિક સમસ્યામાં અનેક વખત 108 અને એમ્બ્યુલન્સ ફસાઈ છે. ઉલેખનીય છે કે ટ્રાફિકની સમસ્યા અને બ્રિજની કામગીરી ધીમીને લઈને આપની ચેનલ abp asmita એ પણ અનેક વખત અહેવાલો પ્રસારિત કર્યા હતા.
ગોંડલ ચોકડી બ્રિજને લઈને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ સમયે પોરબંદરના સાંસદ રમેશભાઈએ કહ્યું હતું કે રાજકોટ પોરબંદર હાઇવે પર આવેલા રીબડા અને જેતપુર ટોલનાકા વચ્ચે 60 km કરતા પણ ઓછા અંતર માં બે પ્લાઝા આવેલા છે,નિયમ મુજબ તેમાંથી એક ટોલનાકુ બંધ કરવું આવશ્યક છે. આવતા દિવસોને અંદર હું કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીને રજૂઆત કરીશ.
કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમા અચાનક વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં ચોમાસ જેવો માહોલ જામ્યો હતો સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કમોસમી વરસાદી છાંટાની વહેલી સવારેથી શરૂઆત થઇ ગઇ હતી.કમોસમી વરસાદને કારમે ઘઉં તમાકુ જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
બનાસકાંઠાના લાખણી પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેડૂતો તૈયાર થયેલા પાકને બચાવવ માટે કવાયત કરતા જોવા મળ્યા હતા. અહીં કુડા,વાસણ,કોટડા સહિતના ગામોમા કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અહીં કમોસમી વરસાદ પડતાં રાયડા.. જીરૂ નાં પાકને નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે. વલસાડ જિલ્લા પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં મોડી રાત્રે વાપી આસપાસ ના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી છાંટા પડ્યાં હતા. ગુજરાતને અડીને આવેલ મહારાષ્ટ્રની તલાસરી બોર્ડર પર હાઇવે પર વરસાદ પડતાં અહીં વિઝિબિલિટી ઓછી થઇ જતાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.