કોંગ્રેસમાં કકળાટ શરૂ, રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો કરાયો જોરદાર વિરોધ, જાણો શું છે મામલો
વશરામ સાગઠિયામાં આજે રાજકોટમાં જોરદાર વિરોધ થયો છે. રાજકોટ કોંગ્રેસના દલિત આગેવાનોએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પાસે જઇને વશરામ સાગઠિયા મુદ્દે રોષ ઠાલવ્યો છે.

Congress: છેલ્લા થોડાક દિવસોથી ગુજરાત કોંગ્રેસમાં જોરદાર પરિવર્તન આવી રહ્યું છે, હાલમાં જ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપી છે, આ પછી કોંગ્રેસ ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી 2024ને લઇને એગ્રેસિવ થઇ છે, પરંતુ પક્ષનો અંદરો અંદરનો ડખો ધીમે ધીમે સામે આવવા લાગ્યો છે. હાલમાં જ કોંગ્રેસમાં ઘરવાપસી કરીને પાછા આવેલા વશરામ સાગઠિયા સામે ફરી એકવાર પક્ષમાંથી જ વિરોધના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસમાં તેમનો રાજકોટમાં જોરદાર વિરોધ થયો છે.
વશરામ સાગઠિયામાં આજે રાજકોટમાં જોરદાર વિરોધ થયો છે. રાજકોટ કોંગ્રેસના દલિત આગેવાનોએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પાસે જઇને વશરામ સાગઠિયા મુદ્દે રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે, ગઇ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડનારની ઘરવાપસી કઇ રીતે થાય ?, આ ઉપરાંત વશરામ સાગઠિયાને લઇને હવે પક્ષમાં વિરોધના સૂર વધુ ઉગ્ર બની રહ્યાં છે. જોકે દલિત આગેવાનોને અને કાર્યકર્તાઓને શક્તિસિંહ ગોહિલે આશ્વાસન આપીને મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. શક્તિસિંહે કહ્યું કે કોઇપણ જવાબદારી આપતા પહેલા સ્થાનિક નેતાઓને જરૂર વિશ્વાસમાં લેવાશે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ફરી જોડાયા હતા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં તેમની કોંગ્રેસ ઘરવાપસી થઇ હતી, તેમને આ પહેલા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટના જ કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફર્યા હતા પરંતુ વશરામ સાગઠિયા આપમાં જ રહ્યા હતા.
વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા હતા. વશરામ સાગઠિયાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદપરથી કરાયા સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. વશરામ સાગઠિયા શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, વશરામ સાગઠિયા તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ ગ્રામ્યની બેઠકમાંથી વશરામ સાગઠીયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
