શોધખોળ કરો
કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું, 'સૌરાષ્ટ્રમાં રોટલો ન મળે તો ચાલે, ફાકી જોઇએ', જાણો વિગત
ધારાસભ્ય લલિત કગથરાએ લોકડાઉનમાં ગુટકા-પાનમસાલાના બંધાણીઓને તકલીફ પડતી હોવાની વાત કરી હતી અને સૌરાષ્ટ્રમાં રોટલો ન મળે તો ચાલે, ફાકી જોઇએ, તેમ જણાવ્યું હતું.
![કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું, 'સૌરાષ્ટ્રમાં રોટલો ન મળે તો ચાલે, ફાકી જોઇએ', જાણો વિગત Congress MLA Lalit Kagathara say , edicted people demand Pan Masala and tobacco કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું, 'સૌરાષ્ટ્રમાં રોટલો ન મળે તો ચાલે, ફાકી જોઇએ', જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04194331/Kagathara.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ કોંગ્રેસના નેતા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ લોકડાઉનમાં ગુટકા-પાનમસાલાના બંધાણીઓને તકલીફ પડતી હોવાની વાત કરી હતી અને સૌરાષ્ટ્રમાં રોટલો ન મળે તો ચાલે, ફાકી જોઇએ, તેમ જણાવ્યું હતું. એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં કગથરાએ સૌરાષ્ટ્રમાં લોકોને 30-40 દિવસથી ફાકી-તમાકુ-બીડી તમાકુ મળતા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ બંધાણી લોકોને ફાકી જોઇએ તેમ જણાવ્યું હતું. જોકે, એબીપી અસ્મિતા દ્વારા આ મુદ્દે તેમને વારંવાર ટકોર કરીને રોકવાનો પ્રયાસ કરાયો હતો. છતાં તેમણે બોલવાનું ચાલું રાખ્યું હતું.
તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, બંધાણી લોકોને ફાકી તો પહેલા જોઇએ. રોટલો ન મળે તો ચાલે. તેમણે ઉમેર્યું હતું કે, વ્યસન દાદાગીરીથી ન છોડાવી શકાય, સમજાવટથી મુકાય. બીચાડાઓની વ્યસન હોવાથી ફાકી તમાકુ ન મળતા નાડી તૂટે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકડાઉન દરમિયા સરકાર દ્વારા પાનમસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને કારણે બંધાણી લોકોને પાનમસાલા મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)