શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે પકડ્યું જોર? કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા? જાણો વિગત
અમદાવાદ, સુરત બાદ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે ત્યારે શનિવારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી અને મોરબીમાં કોરોનાનો કાળો કહેર વર્તાયો હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ, સુરત બાદ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે ત્યારે શનિવારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી અને મોરબીમાં કોરોનાનો કાળો કહેર વર્તાયો હોય તેવું લાગી રહ્યું છે. આ શહેરોમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શનિવારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં નવા 447 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 3 દર્દીનાં મોત નિપજ્યાં હતાં.
રાજ્યમાં સતત પાંચમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1311 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં શનિવારે વધુ 16 લોકોનાં મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3094 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,366 એક્ટિવ કેસ છે, જ્યારે 83,546 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. રાજ્યમાં 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,281 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,006 પર પહોંચી છે.
જામનગર કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, રાજકોટમાં 46, અમરેલી અને મોરબીમાં 28-28, ભાવનગર કોર્પોરેશનમાં 27, સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં શનિવારે રાજકોટ કોર્પોરેશનમાં 2 અને રાજકોટમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.
District Name | Active Positive Cases | Total Deaths |
Amreli | 397 | 19 |
Bhavnagar | 450 | 46 |
Botad | 115 | 5 |
Devbhoomi Dwarka | 99 | 4 |
Gir Somnath | 170 | 15 |
Jamnagar | 477 | 28 |
Junagadh | 228 | 31 |
Morbi | 250 | 14 |
Porbandar | 45 | 4 |
Rajkot | 2295 | 100 |
Surendranagar | 354 | 8 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion