શોધખોળ કરો
Advertisement
સુરતમાં એક કલાકમાં 8 મૃતદેહો બહાર કઢાતાં હાહાકાર, આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ આપ્યો શું ઉડાઉ જવાબ ?
સુરતમાં દોઢ કલાકમાં 8 મૃતદેહો કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ અંગે જયંતિ રવિએ સાવ ઉડાઉ જવાબ આપતાં કહ્યું હતું કે, આ અંગે હજુ તેમની પાસે ડેટા નથી.
રાજકોટઃ અમદાવાદ પછી હવે સુરત રાજ્યમાં કોરોનાના નવા એપીસેન્ટર તરીકે ઉભર્યું છે. સુરતમાં કોરોનાના કેસો અને મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ત્યારે સુરતમાં દોઢ કલાકમાં 8 મૃતદેહો બહાર કઢાયા હોવાની વિગતો બહાર આલતાં લોકોમાં ફફડાટ છે. જો કે આ મુદ્દે તંત્ર દ્વારા ચૂપકીદી સાધવામાં આવી છે.
જ્યારે ગુજરાત રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ સોમવારે રાજકોટ પહોંચ્યાં હતાં અને તેમણે રાજકોટમાં પત્રકાર પરિષદને સબોધી હતી. પત્રકાર પરીષદમાં કોરોનાના કેસ વધવા મામલે તેમણે દાવો કર્યો કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાના ચેપના ટેસ્ટ વધારવામાં આવ્યા છે જેના કારણે પોઝિટિવ કેસનો આંક પણ વધી રહ્યો છે અને આરોગ્ય તંત્રનો હેતુ વાઇરસનું સંક્રમણ ન ફેલાય તેનો છે.
જો કે સુરતના મામલે તેમણે અજ્ઞાન વ્યક્ત કર્યું હતું. સુરતમાં દોઢ કલાકમાં 8 મૃતદેહો કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ અંગે તેમણે સાવ ઉડાઉ જવાબ આપતાં કહ્યું હતું કે, આ અંગે હજુ તેમની પાસે ડેટા નથી.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના 2930 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4966 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સુરત જિલ્લામાં 219 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. તેમજ ગુજરાતમાં કુલ 2055 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement