શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવતઃ બપોર સુધીમાં કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ? જાણો વિગત
આજે રાજકોટમાં પાંચ, અમરેલીમાં 3, ભાવનગરમાં 2 અને મોરબીમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે અમદાવાદ, સુરત, વડોદરા સિવાયના જિલ્લામાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર અને મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે. રાજકોટમાં પાંચ, અમરેલીમાં 3, ભાવનગરમાં 2 અને મોરબીમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં એક પાટીદાર ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
રાજકોટની વાત કરીએ તો આજે વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. તમામ કેસ રાજકોટ શહેરમાં નોંધાયા છે. જે એરપોર્ટ રોડ, નિર્મલા રોડ, સાધુવાસવાણી રોડ, રામકૃષ્ણનગર અને આસ્થા રેસિડેસીમાં આવ્યા છે. રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 138 કેસ નોંધાયા છે.
આજે અમરેલી જિલ્લામાં નવા 3 કોરોનાના કેસ નોંધાયા છે. સાવરકુંડલાના નેસડી અને લાઠીમા 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ખાંભાના રાણીંગપરા ગામે 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 52 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના સામે 24 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાથી 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જિલ્લામાં હાલ 23 એક્ટીવ કેસો છે.
ભાવનગરમાં આજે નવા બે કેસ નોંધાયા છે. શહેરનાના શાંતિનગર ક્રિષ્ના પાર્ક ચિત્રામાં રહેતા 25 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતા 25 વર્ષીય તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબ ની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. ભાવનગર કોરોનાનો આંક 210એ પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 14ના મોત થઇ ચુક્યા છે. તેમજ 38 હજુ સારવારમાં છે. તો અત્યાર સુધીમાં 155 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.
આજે મોરબી જિલ્લામાં નવો એક કેસ નોંધાયો છે. ચરાડવામાં ૫૪ વર્ષના વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પોઝિટિવ દર્દી અમદાવાદથી આવેલા તેના સંબધીના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. મોરબી જિલ્લામાં કોરોનાના કુલ ૧૫ પોઝિટિવ કેસ છે.
જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. ચિરાગ કાલરિયાને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગ કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેની સાથે સંપર્કમાં રહેલ લોકોને કોરોન્ટીન કરવા કામગીરી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement