સતત વધતા કોરોના સંક્રમણને લઈ રાજ્યના આ મોટા શહેરના બે એસોસિએશને તમામ દુકાનો બંધ રાખવાનો કર્યો નિર્ણય
હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજકોટ: ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં કેસ વધી રહ્યા છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. વધતા જતા કેસને લઈને આજે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા હતા.
રાજકોટમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજકોટના પાન એસોસિએશન દ્વારા શનિ-રવિ પાનના ગલ્લા બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં ટોચના જ્વેલર્સ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજ સાંજથી જ લોકો આ લોકડાઉન માં જોડશે. શનિ-રવિ 2 દિવસ બંધ રહેશે. તમામને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. રાજકોટના ચેમ્બર ઓફ કોર્મસના લોકો પણ આ નિર્ણયને સમર્થન આપશે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.
રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેરમાં બે દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરાજીમાં 2 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવશે. ધોરાજીના તમામ ધંધા રોજગાર શનિવાર અને રવિવાર એમ બે દિવસ બંધ રહેશે.