શોધખોળ કરો

નીતિન પટેલની સ્પષ્ટ સૂચના છતાં ભાજપના આ ધારાસભ્યએ કહ્યું- રસીમાં પ્રાથમિકતા મળવી જોઈએ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે કોરોના વેક્સીનનો જથ્થો આજે આવશે. સૌ પ્રથમ રાજકોટના રિજનલ વેક્સિન સ્ટોરમાં 77 હજાર ડોઝ પહોંચાડવામા આવશે.

આરોગ્ય કર્મી અને કોરોના વોરિયર્સ માટે આવેલી રસીના જથ્થાનું સ્વાગત કરવા પહોંચેલા નેતાઓમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ હતા. જોકે રસીકરણનો આ તબક્કો માત્રને માત્ર આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ માટે જ છે છતાંય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને પોતાને પ્રાથમિકતા મળશે તેવી આશા વ્યક્ત કરી છે. ખુદ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નીતિન પટેલે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરેલી છતા પણ ગોવિંદભાઈને એવું છે કે ધારાસભ્ય બન્યા એટલે બધું આપણું જ છે. ગોવિંદભાઈની જેમ જ કેટલાય રાજનેતાઓ આવી આશા રાખી રહ્યા છે કે રસી પહેલા તેમને મળે. જો કે અનેક રાજનેતાઓએ સોશલ ડિસ્ટસિંગના નિયમને કોઈ પ્રાથમિક ન આપી. નિયમોનો ભંગ પણ કર્યો. કદાચ એ જ કારણ રહ્યું કે આ નેતાઓની દાનતને નીતિનભાઈ પહેલેથી જ સમજી ચુક્યા છે અને એટલે જ ગઈકાલે રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ આવ્યો એટલે નીતિન પટેલે પહેલી જ ચીમકી રાજનેતાઓને આપતા કહ્યું હતું કે, વેક્સિન મેળવવા લાગવગ ન લગાવવી અને વેક્સીન માટે નેતાઓ અને અધિકારીઓને પહોંચનો દુરુપયોગ ન કરવા કહ્યું હતું. નોંધનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે કોરોના વેક્સીનનો જથ્થો આજે આવશે. સૌ પ્રથમ રાજકોટના રિજનલ વેક્સિન સ્ટોરમાં 77 હજાર ડોઝ પહોંચાડવામા આવશે. બાદમાં અહીંથી 8 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિનનું વિતરણ કરાશે. મુંબઈથી હવાઈમાર્ગે સીધો વેક્સિનનો જથ્થો રાજકોટ આવશે. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે આજે વેક્સિનનો જથ્થો આવશે. સુરત સહિત દક્ષિણ માટે 93 હજાર 500 ડોઝ આવશે. 16 તારીખથી સુરતના 22 સ્થળો પર આરોગ્યકર્મીઓને રસી અપાશે. તો વડોદરામાં પણ આજે બાય રોડ વેક્સિનનો જથ્થો આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget