શોધખોળ કરો

Rajkot: રાજકોટના કેકેવી હોલ પાસે દારુ પી કાર ચાલકે અન્ય કારને મારી ટક્કર, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

કારને ટક્કર મારનાર શખ્સ દારુના નશામાં હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  વાયરલ વીડિયોમાં શખ્સે દારૂ પીધો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે. શહેરના કેકેવી હોલ નજીક દારુ પી કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હતી. રાજકોટના KKV હોલ પાસે એક શખ્સે દારૂ પીધેલી હાલતમાં આગળ જતી કારને  ટક્કર મારી હતી. કારને ટક્કર મારનાર શખ્સ દારુના નશામાં હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  વાયરલ વીડિયોમાં શખ્સે દારૂ પીધો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. પોલીસે વાયરલ વિડિયોના આધારે અકસ્માત સર્જનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.  

18 વર્ષના યુવકે સ્કોર્પીયોથી 3 બાઈક અને શાકભાજીની લારીને લીધી અડફેટે

રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક  સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો હતો. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. હાલ તો બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.

આ મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, 4 જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર 18 વર્ષ છે, આ બાબતની fsl દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો.  લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું. જોકે પોલીસે જણાવેલ વાત અને આરોપીએ મીડિયાને જણાવેલ વાર્તા કંઈક અલગ જ છે. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે લીવર ચોટી ગયું હતું અને પોલીસને એવું નિવેદન આપ્યું કે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને ગાડી ભાગી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget