શોધખોળ કરો

Health attack: હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, માત્ર રાજકોટમાં જ 2 દિવસમાં 2 લોકોએ ગુમાવી જિંદગી

રાજ્યમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટ શહેરમાં 2 દિવસમાં વધુ 2 લોકોએ હાર્ટ અટેકથી જિંદગી ગુમાવી

Health attack:રાજ્યમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટ શહેરમાં 2 દિવસમાં વધુ 2 લોકોએ હાર્ટ અટેકથી જિંદગી ગુમાવી

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. રાજકોટમાં 2 દિવસમાં 2 લોકોના હાર્ટઅટેકથી મોત થયા.                  

રાજકોટનો 39 વર્ષીય યુવાન અને 55 વર્ષીય પ્રૌઢ અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતા. બાદ હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા  39 વર્ષિય સતારભાઈ હારૂનભાઈ સવારે પોતાના ઘરેથી નજીકમાં આવેલ દુકાને  પાન ખાવા ગયા હતા.  ત્યારે ઘર પાસેથી અચાનક બેભાન થઈ ઢળી પડયા હતા. તો બીજી તરફ બ્રાહ્મણીયાપરા વિસ્તારમાં રહેતા 55 વર્ષિય  વલ્લભભાઈ છગનભાઈ સીણોજીયા સવારે પોતાના ઘરે ખાટલા પર બેઠા હતા ત્યારે અચાનક જ તેઓ બેભાન થઇ ઢળી પડ્યાં હતા.  બાદ હોસ્પિટલ લઇ જતાં હાર્ટ અટેકથી મોત થયાની પુષ્ટી થઇ છે.

Heart Attack Prevention: હાર્ટ અટેકથી બચવાના ઉપાય

Heart Attack Prevention:હાર્ટ એટેક એક એવો રોગ બની રહ્યો છે જેમાં ઘણી વખત વિચારવાનો અને સમજવાનો પણ સમય નથી રહેતો અને વ્યક્તિ જીવનની લડાઈ હારી જાય છે.  તો પહેલાથી જ  હાર્ટ એટેક કેવી રીતે અટકાવી શકાય? હૃદયરોગને નિયંત્રણમાં રાખવા માટે કઈ જીવનશૈલી જાળવવી જોઈએ? અને કઈ વસ્તુઓ દ્વારા આ ખતરાને ટાળી શકાય છે, આ 5 હેલ્ધી ટેવોમાં છુપાયેલ છે આ પ્રશ્નોનો જવાબ.

ફિટનેસ અને ઓવર ફિટ વચ્ચેનો તફાવત

 સૌ પ્રથમ તો એ વાતનું ધ્યાન રાખો કે, બીમારીઓથી બચવા માટે તમે તમારું વજન નિયંત્રણમાં રાખો જેમાં ફિટનેસ મહત્વપૂર્ણ છે. જો કે ઉંમર બાદ પણ સ્લિમ દેખાવવાની ઇચ્છામાં  હાર્ડ  વર્કઆઉટ અને ક્રશ ડાયટિંગ આપને વધુ બીમાર કરી શકે છે.  

 રેગ્યુલર ચેકઅપ જરૂરી છે

 35-40 વર્ષ પછી દર વર્ષે તમારું મેડિકલ ચેકઅપ કરાવો, જેમાં ECG, સુગર, BP અને અન્ય ટેસ્ટ પણ કરાવો, જેથી સમય-સમય પર ખબર પડે કે કોઈ રોગ તો આકાર નથી લઇ રહ્યોને. શરીરમાં આ પરીક્ષણોથી એ પણ જાણી શકાય છે કે તમારું શરીર ક્યા રોગની સંભાવના ધરાવે છે અને તમે શરૂઆતથી જ સાવચેતી રાખી શકો છો.

ફળો-શાકભાજીઓ મર્યાદામાં ખાઓ

 જો તમે પણ ફિટ રહેવા માટે જરૂર કરતાં વધુ લીલા શાકભાજી, ફળો કે ડેરી ઉત્પાદનો ખાઓ છો તો સાવધાન રહો. મોસમી ફળો અને શાકભાજીમાં દૂધમાં સૌથી વધુ ભેળસેળ થાય છે. શાકભાજીમાં હાનિકારક રસાયણો ઉપરાંત ઘણાં ખોટા ખાતરનો ઉપયોગ થાય છે અને દૂધમાં સ્ટાર્ચથી લઈને યુરિયા પણ ભેળવવામાં આવે છે. તેથી, આ ખોરાકનું વધુ માત્રામાં સેવન ન કરો.

તણાવથી બચવાના ઉપાયો શોધો

હાલનું જીવન વધુને વધુ સ્ટ્રેસફુલ થઇ રહ્યું છે.  તેનાથી બચવાના ઉપાયો શોધો. અતિશય ભૌતિકવાદી વિચારસરણી પાછળ ન દોડો, પરંતુ પોતાને એવા કામમાં જોડો જે વાસ્તવિક સુખ આપે. દેખાડા અને ખોટા અભિમાનને બદલે સાદી જીવનશૈલી જીવવાની ટેવ પાડો અને બહાર સુખો શોધવા કરતા જાત સાથે અને અંદરથી ખુશ રહેતા શીખો.

યોગથી સ્વસ્થ રહો

જો વજન વધારે હોય તો હેવી વર્કઆઉટને બદલે હળવો, સુપાચ્ય અને હેલ્ધી ફૂડ ખાઓ અને યોગની મદદ પણ લો. યોગ અને ધ્યાન શરીર અને મન બંનેને ફિટ રાખે છે અને ઘણા પ્રકારના રોગોને દૂર કરી શકે છે.

Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Embed widget