શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો વિગત
આજે બપોરે 3.30 વાગ્યા આસપાસ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જૂનાગઢઃ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભૂકંપના આંચકો અનુભવાયા હતા. આજે બપોરે 3.30 વાગ્યા આસપાસ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. માંગરોળથી 44 દૂર ભુકંપનું એપી સેંટર હોવાનું જાણવા મળ્યું છે. 11.8 ની ઉંડાઈએ ભુકંપનો આંચકો અનુભવાયો હતો.
વિગતવાર વાત કરીએ તો પોરબદરમાં 5 થી 7 સેકન્ડ માટે લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. નાગરવાળા, કુંભરવાળા સહીતના વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જૂનાગઢના કેશોદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક લોકોએ ધ્રુજારી અનુભવી હતી. આ સાથે ગીરસોમનાથમાં ભૂકંપ ઝટકો અનુભવાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement