શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ ભૂકંપનો આંચકો આવતાં સ્કૂલની છત થઈ ધરાશાઇ, જાણો વિગત
ભૂકંપના પગલે ગોંડલના કોલીથડમાં સ્કૂલની છત થઇ ધરાશાઇ થઈ છે. ગોકળદાસ ભગવાનજી કોટક હાઈસ્કૂલની છત ધરાશાઇ થઈ છે.
રાજકોટઃ રાજકોટમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના પગલે ગોંડલના કોલીથડમાં સ્કૂલની છત થઇ ધરાશાઇ થઈ છે. ગોકળદાસ ભગવાનજી કોટક હાઈસ્કૂલની છત ધરાશાઇ થઈ છે. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી કોઇ જાનહાની થવા પામી નથી.
મળતી માહિતી મુજબ રાજકોટમાં સવારે 7.39 કલાકે 4.8ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. આ આંચકાને કારણે લોકો ઘરની બહાડ દોડી ગયા હતા. રાજકોટવાસીઓમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ઉપરાંત ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે ગોંડલ તાલુકના દાળીયા ગામે મકાનની દિવોલામાં તિરાડો પડી હતી.
જેતપુર અને વીરપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધોરાજી, સાવરકુંડલા અને જૂનાગઢના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જસદણ અને અમરેલીના પણ કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
રાજકોટથી 22 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ભૂકંપને કારણે કેટલીક ઇમારોતમાં તિરાડો પડી ગઈ છે. જો કે હજુ સુધી કોઈપણ જાનહાનિનાં સમાચાર સામે આવ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion