શોધખોળ કરો

Edible Oil: દિવાળી બાદ સિંગતેલના ભાવમાં કડાકો, રાજકોટમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયા ઘટ્યા, જાણો નવી કિંમત

દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટાડોનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડ્યા છે

Edible Oil And Rajkot News: રાજ્યમાં દિવાળીના તહેવારોનો માહોલ પુરો થઇ ગયો છે, તહેવારો પુરા થતાંની સાથે જ ફરી એકવાર સિંગતેલના ભાવમાં જોરદાર કડાકો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં રાજકોટમાં 40 રૂપિયાનો ઘટાડો થયાના સમાચાર છે. 

મળતી માહિતી પ્રમાણે, દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટાડોનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડ્યા છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે નવા ભાવ પ્રમાણે 2625થી ઘટીને 2585 રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે, સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે, દિવાળી પહેલા આ ભાવ 2700 આસપાસ હતો, જે છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે.

દિવાળી પહેલા વધ્યા હતા ખાદ્યતેલોના ભાવ

દિવાળી પહેલા રાજ્યમાંથી ઠેર ઠેર ભાવ વધારાના સામાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં મળતા સમચાર પ્રમાણે, રાજકોટમાં આજે કપાસિયા તેલના ભાવનાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બા દીઠ 100 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. મળતી માહિતી પ્રમાણે, દિવાળી ટાણે જ રાજકોટમાં ફરી એકવાર કપાસિયા તેલના ભાવનાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં ભડકાથી લોકોની દિવાળી બગડી શકે છે, આજે એક જ દિવસમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 હતો જે વધી 1610 રૂપિયાના ભાવે પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતાઓ ઉભી થઇ છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં જોરદાર વધારો થયો છે. દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.

દિવાળી નિમિતે BPL કાર્ડ ધારકોને ગુજરાત સરકારે આપી હતી મોટી ભેટ

નવરાત્રીની સાથે જ તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરીબ લોકોને રાહત આપવા માટે ગુજરાત સરકાર મોટો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું ખાદ્યતેલ આપવામાં આવશે. આ માટે પુરવઠા વિભાગે નાણાં વિભાગ પાસે મંજૂરી માગી છે. વધારાના ખાદ્યતેલ પાછળ થનારા ખર્ચ અંગે નાણાં વિભાગે પાસે મંજૂરી માગવામાં આવી છે. આ મામલે નાણાં વિભાગ ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે, દર વર્ષે બીપીએલ કાર્ડ ધારકોને દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને વધારાનું ખાદ્યતેલ આપવામાં આવે છે. આ વર્ષે પણ સરકારે BPL કાર્ડ ધારકોને વધારાનું ખાદ્યતેલ આપવા તૈયારી કરી છે. રાશન કાર્ડ એ એક એવો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના દ્વારા કોઈપણ પરિવારને સરકાર તરફથી મફત અથવા સસ્તા દરે રાશન મળે છે. આ રાશન પેકેજમાં લોટ, કઠોળ, ચોખા, તેલ અને અન્ય ખાદ્ય વસ્તુઓ હોઈ શકે છે. રેશન કાર્ડ દ્વારા, તમે સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ મેળવવા માટે માન્યતા મેળવો છો. કેટલાક પરિવારોના રેશનકાર્ડમાં અનેક પ્રકારની ભૂલો છે. આ ભૂલોમાં સૌથી મહત્વની બાબત એ છે કે પરિવારના તમામ સભ્યોના નામ રાશન કાર્ડમાં લખેલા હોવા જોઈએ. શું તમારા પરિવારના કોઈ સભ્યનું નામ રેશન કાર્ડમાં નથી? જો એમ હોય, તો તમારે તેને સુધારવું જોઈએ. તમે તેને સરળતાથી ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો.

રેશનકાર્ડ ઘણી જગ્યાએ ઉપયોગી છે

રેશન કાર્ડ તમારા માટે સરનામું અને ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. આવી સ્થિતિમાં પરિવારના તમામ સભ્યોના નામ રાશન કાર્ડમાં હોવા જરૂરી છે. જો ઘરમાં તમારી પત્ની અથવા બાળકનું નામ રેશન કાર્ડમાં નોંધાયેલ નથી, તો અહીં તમે તેમના નામની નોંધણી કરાવવાની સરળ પ્રક્રિયા જાણી શકો છો. તે પહેલા, રાશન કાર્ડમાં તમારું નામ અપડેટ કરવા માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર છે તે સમજો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget