શોધખોળ કરો
Advertisement
રાજકોટ: આજી GIDCમાં આવેલ કલર ફેક્ટરીમાં ભીષણ આગ, 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી એક કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કલરની ફેક્ટરીમાં આગ લાગતા આઠ જેટલી ફાયર ફાઈટર્સની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા છે.
રાજકોટ: રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી એક કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કલરની ફેક્ટરીમાં આગ લાગતા આઠ જેટલી ફાયર ફાઈટર્સની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા છે. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારને ખાલી કરાવાયો છે. સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડના 4 કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ફાયરના જવાનો દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. રાજકોટની આજી GIDCમાં આવેલ કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આઠ જેટલી ફાયર ફાઈટર્સની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આ આગ કોઈ બ્લાસ્ટના કારણે લાગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આગના પગલે અહીં અફરાતફરી મચી ગઈ છે. તો આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે. આગના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડ તંત્ર દોડતું થઈ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion