વિજયભાઈ રૂપાણીના પરિવારને સોંપાયો પાર્થિવ દેહ,અશ્રુભીની આંખે અંજિલબેન પહોંચ્યાં હતા સિવિલ
Vijay Rupani funeral :ગઇકાલે DNA મેચ થયા બાદ આજે વિજયભાઇ રૂપાણીનો પરિવાર અમદાવાદ સિવિલિ હોસ્પિટલ પહોંચ્યો હતો. આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે.

Vijay Rupani funeral : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. અશ્રુભીની આંખે અંજલિબેન અને ઋષભ રૂપાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવદેહને રાજકોટ લઈ જવાશે અને રાજકોટમાં જ તેમના અંતિમ સંસ્કાર થશે. અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવદેહ રાજકોટ લઈ જવાશે.
તેમના પાર્થિવ દેવને 4થી5 દરમિયાન પહેલા તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે ત્યારબાદ અંતિમ યાત્રા અને રામનાથ પરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે, રાજકોટ તેમનું વતન છે. તેઓ રાજકોટના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. આજે વિજયાભાઇ રૂપાણીએ જ્યારે ચીર વિદાય લીધી છે ત્યારે સમગ્ર રાજકોય શોકમગ્ન છે. રાજકોટની બજાર શનિવારે પણ તેમના શોકમાં બંધ રાખવામાં આવી હતી તો આજે પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળતા, રાજકોટની દુકાનો સજ્જડ બંધ છે.
આજે 5 વાગ્યા બાદ અંતિમ યાત્રાનો કાર્યક્રમ છે. જેમાં અમિત શાહ, સી.આર.પાટીલ, CM ભૂપેંદ્ર પટેલ, જોડાશે. રામનાથ પરા સ્મશાનમાં રાજકીય સન્માન તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંજે 4થી 5 વાગ્યે સુધી પાર્થિવદેહને અંતિમદર્શન માટે રાખવાનો નિર્ણય કર્યો છે. લોકલાડીલા સંવેદનશીલ નેતા વિજય ભાઇ રૂપાણીના નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે સરકારી મનોરંજક કાર્યક્રમો સદંતર બંધ રહેશે.
વિજય રૂપાણીનું માદરે વતન આજે ગમગીન છે. શોકમગ્ન છે. રાજકોટના બજારો આજે સ્વયંભૂ બંધ છે.રાજકોટમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિના હોર્ડિંગ પણ લાગ્યા છે. એરપોર્ટથી લઈ નિવાસસ્થાન સુધી હોર્ડિંગ લાગ્યા છે. રાજ્યભરથી નાગરિકો રાજકોટ શ્રદ્ધાજલિ આપવા પહોંચી રહ્યાં છે. આવતીકાલે રાજકોટના રેસકોર્સ મેદાનમાં પ્રાર્થનાસભાનું આયોજન કરાવમાં આવ્યું છે. તો 19 તારીખે ગાંધીનગરમાં પ્રાર્થનાસભા યોજાશે,20 તારીખે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રાર્થનાસભા યોજાશે.
ઉલ્લેખનિય છે કે, 12 જૂને લંડનથી અમદાવાદ જતાં એર ઇન્ડિયાના ડ્રિમલાઇનર 171 પ્લેન વિજયભાઇ રૂપાણી પણ પ્રવાસ કરી રહયાં હતા. દુર્ભાગ્યવશ આ પ્લેન મેઘાણીનગર બીજે મેડિકલ હોસ્ટેલ પર અથડાયું હતું જેમાં 278 લોકો મોતને ભેટ્યાં. વિમાન દુર્ઘટના એટલી ભયંકર હતી કે, પ્રવાસીના મૃતહદેહ બળી ગયા હતા. મૃતકોની ઓળખ કરવી મુશ્કેલી હોવાથી ડીએનએ તપાસ કરવા જરૂરી હતા. ગઇકાલે વિજયભાઇના ડીએનએ મેચ થયા હતા અને બાદ આજે તેમનો પાર્થિવ દેહ સોંપાયો હતો.





















