રાજકોટમાં બે દિવસમાં ચાર અકસ્માત, આજે યુનિવર્સટી રોડ પર કાર ચાલકે એક્ટિવાને લીધી અડફેટે
આ પહેલા રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા.
Rajkot Accident: રાજકોટમાં નબીરાઓનો આતંક અવિરત યથાવત છે. યુનિવર્સિટી રોડ પર પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકને કાર ચાલક નબીરાએ અડફેટે લીધો હતો. જેથી એક્ટિવા 20 ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી અને ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલકની સ્પીડ ૧૦૦ થી વધુ હોય અને રેસ મારતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા છે. જો કે બાદમાં સ્થાનિક લોકોએ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જોકે આ રીતે પુરપાટ વાહનો હંકારતા નબીરાઓ પર બ્રેક લાગવી જરૂરી છે.
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ચાર અકસ્માત થયા
- સોમનાથ સોસાયટીમાં નબીરાઓ દ્વારા અકસ્માત
- ઇન્કમટેક્સ વિભાગની સરકારી કાર્ય અનેક વાહનોને અડધી લીધા
- ગઈકાલે કે કે.વી હોલ ખાતે દારૂડિયા નો કાર સાથે વિડીયો વાયરલ થયો
- આજે વહેલી સવારે 7:30 વાગ્યે યુનિવર્સિટી રોડ પર નબીરા બેફામ બન્યા
ગઈકાલે શહેરના કેકેવી હોલ નજીક દારુ પી કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હતી. રાજકોટના KKV હોલ પાસે એક શખ્સે દારૂ પીધેલી હાલતમાં આગળ જતી કારને ટક્કર મારી હતી. કારને ટક્કર મારનાર શખ્સ દારુના નશામાં હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં શખ્સે દારૂ પીધો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. પોલીસે વાયરલ વિડિયોના આધારે અકસ્માત સર્જનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.
આ પહેલા રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો હતો. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. હાલ તો બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.
આ મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, 4 જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર 18 વર્ષ છે, આ બાબતની fsl દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો. લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું. જોકે પોલીસે જણાવેલ વાત અને આરોપીએ મીડિયાને જણાવેલ વાર્તા કંઈક અલગ જ છે. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે લીવર ચોટી ગયું હતું અને પોલીસને એવું નિવેદન આપ્યું કે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને ગાડી ભાગી હતી.