શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
રાજકોટ જન્માષ્ટમીમાં લોકમેળો યોજાશે કે નહીં તે હવે સરકાર નક્કી કરશે. આ મુદ્દે વહીવટી તંત્ર અને સરકાર પણ મૂંઝવણમાં છે.
રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા મેળવડાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ જન્માષ્ટમી નજીક આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા યોજાશે કે નહીં, તેને પર સૌની નજર મંડાયેલી છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાનું વિશેષ મહત્વ છે. તેમજ દર વર્ષે 15 લાખ થી વધુ લોકો મેળા ની મુલાકાત લેતા હોય છે, ત્યારે રાજકોટ જન્માષ્ટમીમાં લોકમેળો યોજાશે કે નહીં તે હવે સરકાર નક્કી કરશે.
કોરોનાના કહેર વચ્ચે મેળો યોજવો એ મુશ્કેલી છે. મોટી સંખ્યામાં મેદની ઉમટે તો કોરોના ફેલાવાનો ભય રહે છે એવામાં મેળો થવો મુશ્કેલ છે. આ મુદ્દે વહીવટી તંત્ર અને સરકાર પણ મૂંઝવણમાં છે. જોકે, મેળો યોજાશે કે નહીં તે તો આગામી દિવસોમાં ખબર પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion