યુપીના ચૂંટણી પ્રવાસેથી પરત ફરેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતાં ધનસુખ ભંડેરી હોમ આઇસોલેટ થયાં છે.
![યુપીના ચૂંટણી પ્રવાસેથી પરત ફરેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત Gujarat BJP leader Dhansukh Bhanderi found corona positive after arrived from UP election campaign યુપીના ચૂંટણી પ્રવાસેથી પરત ફરેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/10/8a7d63e501e9d19cb300a4fa8c6ec0e4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતાં ધનસુખ ભંડેરી હોમ આઇસોલેટ થયાં છે. રાજકોટમાં અત્યાર સુધીમાં બે ભાજપના મોટા નેતા અને એક યુવક કોંગ્રેસના નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
ધનસુખ ભંડેરીએ ગત 8મી જાન્યુઆરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પાઠવી હતી જન્મ દિવસની શુભકામના
રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ@sanghaviharsh pic.twitter.com/FMJEtnV1RD
— Dr. Dhansukh Bhanderi (@dhansukhbjp) January 8, 2022
લખનૌ રાજભવન ખાતે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ સાથેની શુભેચ્છા મુલાકાત pic.twitter.com/ymPn1CZepT
— Dr. Dhansukh Bhanderi (@dhansukhbjp) January 7, 2022
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. બીજી તરફ 1263 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696, વડોદરા કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98, કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મહીસાગર 9, દાહોદ 8, જામનગર 8, તાપી 7, પોરબંદર 6, છોટા ઉદેપુર 3, બોટાદ 2, જૂનાગઢ 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 27913 કેસ છે. જે પૈકી 26 વેન્ટીલેટર પર છે, જ્યારે 27887 નાગરિકો સ્ટેબલ છે. 824163 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)