રાજકોટ કોરોનાઃ આજે પાંચ નવા કેસો નોંધાતા લોકોમાં ફફડાટ, વિયેતનામથી આવેલી મહિલા નીકળી પૉઝિટીવ
Gujarat Corona: ગુજરાતમાં કોરોના કેસમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં પણ કોરોના કેસના ઝડપથી દર્દીઓ વધી રહ્યાં છે

Gujarat Corona: દેશભરમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે, ગુજરાતમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે રાજકોટમાં પાંચ નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના 68 થી કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે 254ને હોમ આઇસોલેશનમાં રખાયા છે. બીજી તરફ આજે 26 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જો કે, રાજ્યમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. હવે આજે રાજકોટમાં પાંચ નવા કેસ નોંધાતા તંત્ર એક્ટિવ થઇ ગયુ છે.
ગુજરાતમાં કોરોના કેસમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં પણ કોરોના કેસના ઝડપથી દર્દીઓ વધી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, રાજકોટમાં આજે કોરોનાના દર્દીઓ વધ્યા છે, રાજકોટમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, આજે બે મહિલા અને ત્રણ પુરૂષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં એક મહિલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી વિયેતનામની બતાવવામાં આવી રહી છે. હાલમાં આ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે. ખાસ વાત છે કે, 19 મેથી અત્યાર સુધી રાજકોટમાં કોરોનાના 37 કેસો સામે આવી ચૂક્યા છે. રાજકોટમાં હાલ કોરોના 33 એક્ટિવ કેસ છે.
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 3000થી ઉપર પહોંચી ગઈ છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો છે. કેરળમાં 1,147 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 424 કેસ નોંધાયા છે. 30 મેના સવારે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ, દિલ્હીમાં 294 અને ગુજરાતમાં 223 દર્દીઓ મળી આવ્યા છે. કર્ણાટક અને તમિલનાડુમાં 148-148 કેસ નોંધાયા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 116 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મૃત્યુ પણ થયા છે. આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં મોતનો આંકડો 22 સુધી પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં બે મોત થયા છે, જ્યારે દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં એક-એક મોત થયું છે.
કોરોના વાયરસના કેસમાં સતત વધારો અને એક્ટિવ કેસ વધતા હવે એ દિવસો ટૂંક સમયાં દૂર નથી જ્યારે કેસોનો રાફડો ફાટી નીકળશે. છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી ટાંપીને બેઠેલા કાળમુખા કોરોનાએ એકવાર ફરી ઉથલો માર્યો છે. જેમાં ભરૂચ શહેરમાં કોરોનાનો આજે પ્રથમ કેસ નોંધાયો છે. ભરૂચ શહેરના વેજલપુરમાં પરિણીત મહિલામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હતી. જેથી મહિલાને તાબડતોબ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તો મહિલાને સિવિલના કોવિડ સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. કોરોનાનો પ્રથમ કેસ આવતાની સાથે જિલ્લા આરોગ્યની ટીમ સતર્ક થઈ છે.
• ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમા દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે.
• હોમ આઈસોલેશનમાં ૨હેલા વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક ક૨વો.
• ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.
• કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ મારકનો ઉપયોગ કરવો.
• કોવિડના કેસોમાં દ૨ 6 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. 'સાવચેતી એજ સમજદારી છે'





















