શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દોડી આવ્યા? શરૂ થયો બેઠકનો દૌર

મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબી પહોંચ્યા છે. જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે  મુલાકાત કરશે. કોરોનાના કેસોમાં વધારો થતાં મુખ્યમંત્રી આજે પરિસ્થિતિનો ચિતાર મેળવશે.

મોરબી: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મોરબી (Morbi) માં કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) મોરબી પહોંચ્યા છે. જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે  મુલાકાત કરશે. કોરોનાના કેસોમાં વધારો થતાં મુખ્યમંત્રી આજે પરિસ્થિતિનો ચિતાર મેળવશે.

મોરબીમાં કોરોના કેસ વધતા તંત્ર એક્સન મોડમાં આવી ગયું છે. પ્રભારી સચિવ બે દિવસથી મોરબીમાં મોનીટરીગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી જિલ્લા ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો સાથે કલેકટર કચેરીએ બેઠક યોજશે. કોરોના પરિસ્થિતિ પર કઈ રીતે કાબુ મેળવો અને દર્દીઓ તેમજ લોકોને પડતી મુશ્કેલીઓનો હલ કરવા મીટીંગ યોજાશે. 

મોરબી જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ જાગૃત થયા છે. મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સે શનિ અને રવિવારે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા ક્લેક્ટર સાથે ચેમ્બર્સ ઓફ કોમર્સની બેઠક મળી હતી જેમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં સિરામિક એસોસિએશન, સુગર એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન, કરીયાણા એસોસિએશન, મેડીકલ એસોસિએશન, પાન એસોસિએશન, કંદોઈ અને શાક માર્કેટ એસોસિએશન સહિતના તમામ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્ય છે કે, સોમથી શુક્રવાર બપોર બે વાગ્યા પછી ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખામાં આવશે. જ્યારે શનિ અને રવિવારે પણ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 951,  સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ  કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104,  રાજકોટ 93, જામનગરમાં 99,  મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,04,864 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,27,926 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-83.32.840 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget