સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્યના ફોનમાંથી અશ્લીલ ફોટા થયા ગ્રુપમાં થયા પોસ્ટ ને......
ભાજપના ધારાસભ્ય દ્વારા મુકવામાં આવેલા ફોટાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ ગ્રુપમાં ભાજપના કાર્યકરો, સ્થાનિક નેતાઓ, મહિલાઓ મોટી સંખ્યામાં છે. ફોટા બાદ બધા લોકો શરમમાં મુકાયા હતા.
ધારીઃ ભાજપના સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય (MLA) વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસ (Congress) છોડીને ભાજપમાં (BJP) આવેલા ધારી-બગસરા-ચલાલા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાના (J.V.Kakadiya) મોબાઇલ નંબર પરથી ધારી તાલુકા ભાજપ નામના સોશિયલ મીડિયા ગૃપમા (Social Media Group) મહિલાઓના અશ્લીલ ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેને લઈ ભાજપના મહિલા કાર્યકર સહિતના તમામ લોકો શરમમાં મુકાયા હતા.
જોકે ધારાસભ્યએ પોતે આવી કોઈ પોસ્ટ મુકી નહી હોવાનું જણાવી ખુદ સામેથી પોલીસ તપાસની માંગ કરી છે. ધારી વિસ્તારના આ ગ્રુપમાં ભાજપના કાર્યકરો, સ્થાનિક નેતાઓ, મહિલાઓ મોટી સંખ્યામાં છે. ફોટા બાદ બધા લોકો શરમમાં મુકાયા હતા.
ભાજપના ધારાસભ્ય દ્વારા મુકવામાં આવેલા ફોટાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જોકે ધારાસભ્યએ આ ફોટા ડિલીટ પણ કર્યા નહોતા. આ અંગે ભાજપ તાલુકા પ્રમુખ જિતુ જોષીએ ધારી પોલીસમાં અરજી કરીને સાયબર તપાસની માંગ કરી છે. આ અગે તેમણે કહ્યું, જ્યારે કાકડિયાને મેં આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના ફોનમાં એક લેટરની લિંક આવી હતી. જે ખૂલતી નહોતી. જોષીએ કહ્યું, કોઈ વ્યક્તિએ તેમનો ફોન હેક કરી લીધો હતો અને છબી ખરાડાવવાના હેતુથી આવી તસવીરો પોસ્ટ કરી હતી.
ગત મહિને પણ ધારાસભ્ય હતા ચર્ચામાં
ગત મહિને ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડીયાની હાજરીમાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો કરીને ઈંગોરાળાથી ધારી સુધી ડામર રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિત કેટલાક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટનસના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ ધારપાસભ્ય બાલુભાઈ તંતી, કાળુભાઈ ફિંડોળીયા, જીતુભાઈ જોશી, કાંતિલાલ તંતી, અતુલભાઈ કાનાણી, ખોડાભાઈ ભુવા સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
Covid Deaths: દેશમાં કોરોનાથી સાત ગણા મોત ? જાણો મોદી સરકારે શું કહ્યું
ગુજરાતમાં રસીકરણનો આંકડો બે કરોડને પાર, જાણો કયા શહેરના લોકોએ લીધી સૌથી વધુ રસી
Coronavirus Cases India: 72 દિવસ બાદ દેશમાં નોંધાયા સૌથી ઓછા કેસ, 25 કરોડથી વધુ લોકોએ લીધી રસી