Covid Deaths: દેશમાં કોરોનાથી સાત ગણા મોત ? જાણો મોદી સરકારે શું કહ્યું
મંત્રાલયે કહ્યું કે, સરકાર કોવિડ આંકડના મામલે પારદર્શી છે. મોતની સંખ્યામાં ગૂંચવાડાથી બચવા માટે આઈસીએમઆરે મે,2020માં દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. તમામ મોતને યોગ્ય રીતે નોંધવા માટે ડબલ્યૂએચઓએ આઈસીડી-10 કોડનું પાલન કર્યુ છે.
![Covid Deaths: દેશમાં કોરોનાથી સાત ગણા મોત ? જાણો મોદી સરકારે શું કહ્યું Health ministry refused to covid death toll more then 5 time then actual figure details inside Covid Deaths: દેશમાં કોરોનાથી સાત ગણા મોત ? જાણો મોદી સરકારે શું કહ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/0881f783ce2fb4ef560f6a1afe57bfd5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases India) સંખ્યા છઠ્ઠા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 80834 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 94 લાખ 39 હજાર 989
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 80 લાખ 43 હજાર 446
- એક્ટિવ કેસઃ 10 લાખ 26 હજાર 159
- કુલ મૃત્યુઆંકઃ 3,70,384
આ દરમિયાન દેશમાં કોરોનાની મૃતકોની સંખ્યાનો સત્તાવાર આંકડો પાંચથી સાત ગણો વધારે હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે કેન્દ્ર સરકારે આ ખબરનું ખંડન કરીને કહ્યું રિપોર્ટ પૂરી રીતે ખોટો અને આધારહીન છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન બહાર પાડીને કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર લેખ પ્રકાશિત કરવા માટે પ્રકાશકની નિંદા કરી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોવિડથી થનારા મોતની સંખ્યાનો આંકડો પાંચથી સાત ગણો વધારે છે. આ ઉપરાંત મંત્રાલયે રિપોર્ટમાં દર્શાવેલા મોતના આંકડા ખોટા હોવાના અનેક કારણ પણ આપ્યા હતા.
મંત્રાલયે કહ્યું કે, સરકાર કોવિડ આંકડના મામલે પારદર્શી છે. મોતની સંખ્યામાં ગૂંચવાડાથી બચવા માટે આઈસીએમઆરે મે,2020માં દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. તમામ મોતને યોગ્ય રીતે નોંધવા માટે ડબલ્યૂએચઓએ આઈસીડી-10 કોડનું પાલન કર્યુ છે.
Corona Vaccination: ગુજરાતમાં રસીકરણનો આંકડો બે કરોડને પાર, જાણો કયા શહેરના લોકોએ લીધી સૌથી વધુ રસી
Coronavirus Cases India: 72 દિવસ બાદ દેશમાં નોંધાયા સૌથી ઓછા કેસ, 25 કરોડથી વધુ લોકોએ લીધી રસી
Coronavirus Cases LIVE: ગુજરાતમાં 78 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, કુલ મૃત્યુઆંક 10 હજાર નજીક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)