Coronavirus Cases India: 72 દિવસ બાદ દેશમાં નોંધાયા સૌથી ઓછા કેસ, 25 કરોડથી વધુ લોકોએ લીધી રસી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા છઠ્ઠા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 80834 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 94 લાખ 39 હજાર 989
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 80 લાખ 43 હજાર 446
- એક્ટિવ કેસઃ 10 લાખ 26 હજાર 159
- કુલ મૃત્યુઆંકઃ 3,70,384
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 31માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 31 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 82 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
India reports 80,834 new #COVID19 cases, 1,32,062 patient discharges, and 3,303 deaths in the last 24 hours, as per Union Health Ministry.
— ANI (@ANI) June 13, 2021
Total cases: 2,94,39,989
Total discharges: 2,80,43,446
Death toll: 3,70,384
Active cases: 10,26,159
Total vaccination: 25,31,95,048 pic.twitter.com/SFoVHtjgeK
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોની કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને શનિવારે ૪૯૦ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ૨૬ માર્ચ બાદ પ્રથમવાર સૌથી ઓછા ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. અત્યારસુધી કુલ ૯,૯૯૧ના કોરોનાથી મૃત્ય થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક ૧૦ હજારની નજીક છે. અત્યાર સુધી કુલ ૭,૯૯,૦૧૨ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૭.૪૬% છે. રાજ્યમાં હાલ ૧૦૮૬૩ એક્ટિવ કેસ છે અને ૨૭૨ દર્દી વેન્ટિલેટર પર છે.