Gujarat Election : 'હું જેલમાં જવા તૈયાર, ભાજપમાં જવાનો નથી'
ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. મને પણ ફાયરિંગમાં ફિટ કરવાનો કરશો રચવામાં આવ્યો હતો. હું જેલમાં જવા તૈયાર ભાજપમાં જવાનો નથી.
રાજકોટઃ રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે પ્રેસ કોફરન્સ યોજી હતી. ઉજજ્વલા યોજના અંતર્ગત પ્રેસ કોફરન્સનું આયોજન કરાયું હતું. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશનું નિવેદન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાના શામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયાસો કરી લીધા. તેમ છતાં કોંગ્રેસની કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ જાગી ચુકી છે અને ઘરે ઘરે કોંગ્રેસના કાર્યકરો કામ કરી રહ્યા છે તે જાણી ગયા છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે. ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. મને પણ ફાયરિંગમાં ફિટ કરવાનો કરશો રચવામાં આવ્યો હતો. હું જેલમાં જવા તૈયાર ભાજપમાં જવાનો નથી.
પુંજાભાઈ વંશે મીડિયાના વખાણ કર્યા. ધારાસભ્ય પુંજાભાઈ વંશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અલગ અલગ આંદોલનને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસનો વાયદો બનશે કાયદો. ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચ્યા. ગેસના ભાવ ધટાડો માત્ર ચૂંટણીલક્ષી. પ્રધાનમંત્રી આજે રાજકોટમાં 500 રૂપિયા ગેસના બાટલાની જાહેરાત કરે. પ્રધાનમંત્રી કાર્યક્રમમાં અધિકારીઓ ભાજપના કાર્યકરો. કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરનારાઓ આજે કોંગ્રેસના વખાણ કર્યા.
Modi Gujarat Visit : PM મોદીના આગમન પહેલાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસ નેતાઓની કરાઈ અટકાયત
Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. જોકે, રાજકોટ અને જૂનાગઢમાં પ્રધાનમંત્રીના આગમન પહેલાં રાજકારણ ગરમાયું છે. જૂનાગઢમાં પીએમ મોદીના કાર્યક્રમ પૂર્વે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ગાંધી ચોક ખાતે ધારાસભ્ય ભીખાભાઈ જોશીની હાજરીમાં વિરોધ કરાયો હતો. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે ભાજપ વિરુદ્વ સૂત્રોચ્ચાર કરાયા હતા.
પ્રધાનમંત્રીના આગમન પહેલાં રાજકોટમાં પણ કોંગ્રેસ નેતાઓની અટકાયત કરાઈ. જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાઓને નજર કેદ કરાયા છે. પ્રધાનમંત્રીનાં આગમન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કરાઈ અટકાયત.
Gujarat Election : કચ્છની 6 બેઠકો પર કોંગ્રેસની ટિકિટ માટે કોની કોની વચ્ચે ચાલી રહી છે હોડ? જાણો વિગત
Gujarat Election : મિશન 2022ના કોંગ્રેસના કચ્છના સંભવિત ઉમેદવારોની યાદી abp અસ્મિતા પાસે આવી છે. કચ્છની તમામ 6 બેઠકના સંભવિત ઉમેદવારના નામ abp અસ્મિતા પાસે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારી ક્રીનિંગ કમિટીની બેઠકમાં કચ્છની 6 બેઠક માટે આ નામો પર ચર્ચા થશે
અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર
ભુજ
અર્જુન ભૂડીયા
રાજેન્દ્રસિંહ જાડેજા
માંડવી
વલ્લભ વેલાણી
કલ્પના જોશી
અંજાર
રમેશ ડાંગર
અરજણ ખટારિયા
મહેશ આહીર
ગાંધીધામ
ભરત સોલંકી
જગદીશ દાફડા
કોકિલા ધેડા
રાપર
સંતોકબેન એરઠિયા (MLA)
બચુભાઈ એરઠિયા