વિજય રૂપાણીએ મોદીના કયા સૌથી નજીકના સાથી સાથે કરી ગોષ્ઠી? જાણો વિગત
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વજુભાઇ વાળા ગોષ્ઠી કરતા નજરે આવ્યા હતા. બન્ને નેતાઓ હાલ રાજકોટના રક્તતુલા કાર્યક્રમ હાજર રહ્યા હતા.
રાજકોટઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વજુભાઇ વાળા ગોષ્ઠી કરતા નજરે આવ્યા હતા. બન્ને નેતાઓ હાલ રાજકોટના રક્તતુલા કાર્યક્રમ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિતે ડો.વલ્લભભાઈ કથીરિયા આયોજિત રક્તતુલા કાર્યક્રમમાં બંને નેતાઓએ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ એક બીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. વજુભાઈ વાળાએ પૂર્વ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. વજુભાઈ વાળા નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. તેમણે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે પોતાની સીટ ખાલી કરી દીધી હતી અને ત્યાંથી પહેલીવાર તેઓ ધારાસભ્ય બન્યા હતા. આ પછી વજુભાઈ નરેન્દ્ર મોદીની સરકારમાં નાણા મંત્રી રહ્યા અને આ પછી તેઓ અધ્યક્ષ પણ બન્યા હતા.
ભાજપના કયા ધારાસભ્યે કર્યો હુંકારઃ 'નો રીપીટ થિયરી બીજા માટે હશે મારા માટે નથી'
વડોદરાઃ ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભૂપેન્દ્ર પટેલ સરકાર બનતાં રાજકારણ ગરમાયું છે. ગઈ કાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભાજપના વધુ એક ધારાસભ્યે પણ ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
વાધોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, હું વાધોડીયાથી જ ચુંટણી લડવાનો છું. હું ચુંટણી લડીશ અને જીતીશ. નો રીપીટ થિયરી બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં. છ વખતથી ધારાસભ્ય છું, સાતમી વખત પણ હું ચુંટણી લડીશ. હજુ તો હું જુવાન છું, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું. હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે કે હરાવી શકે.
ગઈ કાલે નીતિન પટેલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ.તેમણે જણાવ્યું હતું કે, હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠા પૂર્વક કામગીરી કરી છે. હું 20 વર્ષ મંત્રી રહ્યો, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો.
તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાતી લડીશ. આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યા, ખુશામત નથી કરી. ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનાવાની તક મળી. મેં 10 મહત્વાના વિભાગો સંભાળ્યા. હું ક્યારે સત્તાના પાછળ ફર્યો નથી.