મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉનમાં રાત્રી કર્ફ્યુનો ખુલ્લો વિરોધઃ કોણ આવ્યું વિરોધમાં? શું ઉઠાવ્યા સવાલ?
CMના હોમટાઉન રાજકોટમાં આજથી અમલમાં આવતા રાત્રી કર્ફયુનો વિરોધ થયો છે. ફૂડ અને બેવરેજ એસોસિએશનના હોદેદારોએ ખૂલ્લો વિરોધ નોંધાવ્યો હતો. રાત્રીના બે કલાકમાં જ કોરોના ફેલાય છે, તેવો પ્રશ્ન પૂછે છે. રાત્રીના 12 વાગ્યાને બદલે 10 વાગ્યાના કર્ફયુથી ધંધાને માઠી અસર થઈ રહી હોવાનું જણાવાયું હતું.
રાજકોટઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે આજથી રાજકોટ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દીધું છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં આજથી રોજ રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. ત્યારે આ કર્ફ્યૂનો ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં જ વિરોધ થયો છે.
CMના હોમટાઉન રાજકોટમાં આજથી અમલમાં આવતા રાત્રી કર્ફયુનો વિરોધ થયો છે. ફૂડ અને બેવરેજ એસોસિએશનના હોદેદારોએ ખૂલ્લો વિરોધ નોંધાવ્યો હતો. રાત્રીના બે કલાકમાં જ કોરોના ફેલાય છે, તેવો પ્રશ્ન પૂછે છે. રાત્રીના 12 વાગ્યાને બદલે 10 વાગ્યાના કર્ફયુથી ધંધાને માઠી અસર થઈ રહી હોવાનું જણાવાયું હતું.
આવતીકાલે ખાસ બેઠક બોલાવી જરૂર પડે ધંધા બંધના એલાન ની તજવીજ કરવામાં આવશે. આપત્તીમાં વેપારીઓએ સાથ આપ્યો ત્યારે આવા કનડગતના નિયમો મુદ્દે એસોસિએશનના પ્રમુખ શેખર મહેતાએ સવાલો ઉઠાવ્યા હતા.
રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954 નવા કેસ નોંધાયા હતા જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966 એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ નોંધાયા હતા.
ક્યાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત ?
સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 68, સુરતમાં 23, ભરૂચમાં 5, વડોદરામાં 22, ખેડામાં 8, આણંદમાં 32, જામનગર કોર્પોરેશનમાં 6, મહેસાણામાં 5, ભાવનગર કોર્પોરેશનનમાં 8, કચ્છમાં 26, પંચમહાલમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
ક્યાં આજે ન નોંધાયો એક પણ કેસ
બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદર-નવસારી-ગીર સોમનાથામાં 1-1, વલસાડ-તાપી-જુનાગઢ-દેવભૂમિ દ્વારકામાં 2-2, નર્મદા-જુનાગઢ કોર્પોરેશન-ભાનવગર-બનાસકાંઠા-અરવલ્લીમાં 3-3 કેસ નોંધાયા હતા.