Gujarat Corona : સૌરાષ્ટ્રનું ક્યું મોટું બજાર બે દિવસનું પાળશે લોકડાઉન, ખેડૂતોને શું કરાઈ અપીલ ?
જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બે દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ અને જણસીની આવકો બંધ રહેશે. બે દિવસ ખેડૂતોને જણસી લઈને નહિ આવવા અપીલ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વેપારીઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ પોતાના વેપાર અને ધંધા રાખશે બંધ.
રાજકોટઃ ગુજરાત (Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે અનેક શહેર-ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) લગાવી દીધું છે. બીજી તરફ વેપારીઓ પણ સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે. હવે રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડ (Jetpur marketing yard)ના વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બે દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ અને જણસીની આવકો બંધ રહેશે. બે દિવસ ખેડૂતોને જણસી લઈને નહિ આવવા અપીલ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વેપારીઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ પોતાના વેપાર અને ધંધા રાખશે બંધ.
ગુજરાત(Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં પણ કોરોનાની સારવાર દરમિયાન થતાં મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના(Corona)ની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે.
બીજી તરફ કોરોના પોઝિટિવની સંખ્યામાં 475 દર્દીનો વધારો થયો છે. મહાનગરપાલિકા (Rajkot Corporation)એ વોર્ડ વાઇઝ કોરોનાની કામગીરી કરવા માટે વોર્ડ પ્રભારીની નિમણૂક કરી છે. 18 વોર્ડમાંથી 4 વોર્ડના પ્રભારી કોરોનાગ્રસ્ત છે. બીજી તરફ વેક્સિનના બે ડોઝ લેનાર સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન, નર્સિંગ સુપરિ. સહિતનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે શહેરમાં 405 વ્યક્તિના કોરોના રિપોર્ટ (Corona report) પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કુલ કેસ 22636 થયા છે. હાલ 2749 સારવાર હેઠળ છે અને 184 દર્દીને રજા આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 70 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil hospital)ના પૂર્વ સર્જન ડો.પંકજ બૂચ, નર્સિંગ સુપરિ. હિતેન્દ્ર ઝાખરિયા તેમજ બે સેનેટરી ઇન્સ્પેક્ટરે વેક્સિનના બે ડોઝ મુકાવ્યા બાદ પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મનપાના વોર્ડ પ્રભારી અલ્પના મિત્રા, વાસંતીબેન પ્રજાપતિ સહિત ચાર વોર્ડ પ્રભારી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.