શોધખોળ કરો
Advertisement
વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ભાવનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી, દ્વારકા, ભાવનગર અને જૂનાગઢમાં વરસાદ નોંધાયો છે.
રાજકોટ : હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી, દ્વારકા, ભાવનગર અને જૂનાગઢમાં વરસાદ નોંધાયો છે. અમરેલીમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ યથાવત છે. બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 97 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત છે.
ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમં વરસાદ શરૂ થયો છે. કોડિનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કોડિનારના દેવળી, સરખડી, રોનાજ કડોદરા, દુદાણા, મિતિયાજમા વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મહુવા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સાથે જ સિનેમા વિસ્તાર, તળાવ, પોલીસ ચોકી, એસટી સ્ટેશન, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 188 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં સાડા ત્રણ અને ભરુચના નેત્રંગમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement