શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા શહેરોમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? કયા ગામમાં અંદાજે 7 ઈંચ વરસાદ ખાબક્યો?
સૌરાષ્ટ્રમાં પડી રહેલ અવિરત વરસાદના કારણે નદી, ચેકડેમ અને તળાવોમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રના 45 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો
સૌરાષ્ટ્રમાં પડી રહેલ અવિરત વરસાદના કારણે નદી, ચેકડેમ અને તળાવોમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રના 45 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજુલામાં એક કલાકમાં 4 ઈંચ અને જાફરાબાદમાં એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. લીલીયા પંથકમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. કાગવદર ગામે તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ગામમાં અંદાજે 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. કાગવદર ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ગામમાં અંદાજે સાત ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ, કલ્યાણપુર અને જાફરાબાદમાં 4 ઈંચ તો ખંભાળિયા, ભાણવડ અને વિસાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલીના લાઠીમાં બે ઈંચ અને લાઠી ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી કાચરડી અને મુળીયાપાટ ગામની નદીમાં પુર આવ્યું હતું. સાવરકુંડલાનાં વિજપડી સહિતનાં ગ્રામ્ય પંથકમાં પણ ત્રણ ઈંચ જેટલા ધોધમારે વરસાદથી મેરીયાણાની ફુલઝર નદીમાં પુર આવ્યું હતું.
રાજુલા પંથકમાં પડેલ ભારે વરસાદથી વાવેરાની નદી બે કાંઠે વહેવા લાગી હતી. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં દોઢ ઈંચ અને ધોરાજી, ઉપલેટા, જેતપુરમાં એક ઈંચ તો ગોંડલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપલેટાનાં મોટી પાનેલી ગામે ધોધમાર બે ઈંચ વરસાદતી સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં.
બીજા દિવસે પણ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં અને ગારીયાધારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોરના સમયે મહુવા અને ગારીયાધાર પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે મહુવના મોણપર, બગદાણા, ખારી, કરમદીયા સહિત આજુબાજુના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઢડામાં પણ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જામનગરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં જામનગરમાં પોણો ઈંચ અને જામજોધપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે લાલપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion