જેતપુરમાં ગેરકાયદેસર રિફલિંગ કરતા બાટલા ફાટ્યા, મકાન થયું ધરાશાયી, જાણો વિગતે
જેતપુર ખાતે ગેસના સિલિન્ડર ફાટ્યાની ઘટના સામે આવી છે. જેતપુરની વોરાવાડ આબલી શેરી પાસે આ બાટલા ફાટ્યા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ગેરકાયદેસર રિફલિંગ કરતા બાટલા ફાટવાની ઘટના બની છે
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ગેસના સિલિન્ડર ફાટ્યાની ઘટના સામે આવી છે. જેતપુરની વોરાવાડ આબલી શેરી પાસે આ બાટલા ફાટ્યા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ગેરકાયદેસર રિફલિંગ કરતા બાટલા ફાટવાની ઘટના બની છે. બાટલા ફાટવાથી એટલો બધો વિસ્ફોટ થયો કે મકાન તૂટી પડ્યું હતપં. વહેલી સવારે ગેરકાયદેસર બાટલા રીફલિગનું કામ ચાલતું હતું. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
કચ્છમાં ફરી ધરા ધ્રુજી, મધ્યા રાત્રિએ ભૂકંપનો આંચકો આવતા ફફડાટ
કચ્છ: કચ્છમાં ફરી ઘરતી ધ્રુજી છે. પૂર્વ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ઉઠ્યા હતા. ભૂકંપનું કેન્દ્રીય બિંદુ રાપરથી એક કિલોમીટર દૂર નોંધાયું છે. આ આંચકો મોડી રાત્રે 12:49 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2ની હોવાની વાત સામે આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની સમાચાર નથી.
કચ્છમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી
આગામી સમયમાં ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ જઈ શકે છે. હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેજં એલર્ટ જાહેર કર્યું છે. તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું.
રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત
રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આજે શહેરના પેલેસ રોડ પર ગાયએ એક વ્યક્તિને અડફેટ લીધો હતો. જેમા રાહદારીને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રખડતા ઢોરને લઈને રાજ્યમાં અનેક ફરિયાદો સામે આવી રહી છે. જો કે સરકારે રખડતા ઢોર અંગે કાયદો બનાવ્યો હતો પરંતુ કેટલીક વાતોના વિરોધના કારણે આ કાયદો હાલ પુરતો મુલતવી રાખવામાં આવ્યો છે.