શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં પત્ની અને પ્રેમી વચ્ચે શારીરિક સંબંધો બંધાતા પતિએ જાહેરમાં પ્રેમીના શું કર્યા હાલ? જાણીને ચોંકી જશો
આરોપી દિનેશની પત્ની સાથે જયેશને પ્રેમ સંબંધો હતા. થોડાં દિવસ પહેલાં જ દિનેશ કોઈ કામ અર્થે બહાર ગયો હતો. ત્યારે મૃતક જયેશ અને આરોપીની પત્ની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાની જાણ ખુદ જયેશે દિનેશને કરી હતી.
રાજકોટ: રાજકોટમાં 80 ફૂટ રોડ ઉપર એક યુવકે રસ્તા વચ્ચે જાહેરમાં તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી અન્ય યુવકની કરપીણ હત્યા કરી હતી. પત્ની અંગે ખરાબ ટિપ્પણી કરતાં પતિએ યુવકને રહેંસી નાંખ્યો હતો. યુવકને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
રાજકોટમાં દિનેશ ચાવડા નામના યુવકની પત્ની રિસામણે ગઈ છે. જોકે જયેશ ચાવડા નામના યુવકે દિનેશની પત્ની વિશે ખરાબ ટિપ્પણી કરતાં દિનેશ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યાર બાદ દિનેશે 80 ફૂટ રોડ ઉપર જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે તે યુવક પર હુમલો કર્યો હતો. જેના પગલે જયેશ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસ દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર, આરોપી અને કારખાનામાં કામ કરતો હતો અને પિયર ગયેલી પત્ની વિશે જયેશ ચાવડા નામના શખ્શે અભદ્ર ટિપ્પણી કરી હતી અને ઉશ્કેરાઇને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી દિનેશની પત્ની સાથે જયેશને પ્રેમ સંબંધો હતા. થોડાં દિવસ પહેલાં જ દિનેશ કોઈ કામ અર્થે બહાર ગયો હતો. ત્યારે મૃતક જયેશ અને આરોપીની પત્ની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાની જાણ ખુદ જયેશે દિનેશને કરી હતી. જે બાબતનો ખાર રાખી દિનેશે જયેશની હત્યા કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement