શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં IT વિભાગે બોલાવ્યો સપાટો, જ્‍વેલર્સના 12થી વધુ લોકર અને કરોડોની રોકડ કરી સીઝ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગના દરોડાથી ખળબળાટ મચ્યો છે. શહેરના જ્‍વેલર્સ ગ્રુપ ઉપર IT ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ રેડ દરમિયાન 12થી વધુ લોકર અને 4 કરોડથી વધુની રોકડ સીઝ કરવામાં આવી છે.

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગના દરોડાથી ખળબળાટ મચ્યો છે. શહેરના જ્‍વેલર્સ ગ્રુપ ઉપર IT ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ રેડ દરમિયાન 12થી વધુ લોકર અને 4 કરોડથી વધુની રોકડ સીઝ કરવામાં આવી છે. સતત બીજા દિવસે ઇન્કમટેક્સના અધિકારીઓનો દ્વારા તપાસનો ધમધમાટ યથાવત રહ્યો છે. રાધીકા જ્‍વેલર્સ,શિલ્‍પા જ્‍વેલર્સ,જે.પી.જવેલર્સ ,બિલ્‍ડર ગ્રુપ ઉપર બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ યથાવત રહ્યો છે.

આ તપાસ દરમિયાન મોટી રકમના શંકાસ્‍પદ વ્‍યવહારો મળી આવ્યાની માહિતી સામે આવી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ IT ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગેરકાયદે વ્યવહારોને લઈને હાલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. 

સોની બજારમાં સોપો પડી ગયો

રાજકોટમાં IT વિભાગે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આશરે દોઢ ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. ગઈકાલની કાર્યવાહી આજે પણ યથાવત છે. રાજકોટની શિલ્પા રાધિકા જ્વેલર્સને ત્યાં દરોડા કાર્યવાહી યથાવત છે. વર્ધમાન બિલ્ડર ગ્રુપની ઓફિસ મકાનમાં દરોડા કાર્યવાહી ચાલી રહી છે. જૂનાગઢની સી વી એમમાં તપાસનો દોર યથાવત છે. કરોડો રૂપિયા નાં બેનામી વ્યવહાર બહાર આવે તેવા સંકેત છે. આ દરોડામાં બૅંક લોકર સીલ કરી દેવાયા છે. મળથી માહિતી મુજબ ત્રણ દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલશે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે તો કેટલીક દુકાનો ખુલી જ નથી. કલકતાનું કનેક્શન ખૂલતા IT ની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટ નો IT નાં અધિકારી સહીત સ્ટાફની ટિમો મોડી રાત સુધી તપાસમાં લાગ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી અન્ય જ્વેલર્સ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની સમગ્ર તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. રાધિકા જ્વેલર્સના કોલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા છે.

મળતી માહિતી મુજબ બે જ્વેલર્સને ત્યાંથી ૨-૨ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આઇટી વિભાગ દ્રારા કુલ ૨૫ જેટલા બેંક ખાતામાં તપાસ હાથ ધરાઇ છે. ઢગલાબંધ દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓના પણ બેંક ખાતાની તપાસ હાથ ધરાશે. આઇટી વિભાગ દ્રારા દરેક જ્વેલર્સને ત્યાં કામ કરતા કર્મચારીઓના મોબાઇલ કબ્જે લેવામાં આવ્યા છે. આઇટી વિભાગ દ્રારા વેલ્યુઅરની મદદ લેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી હજુ લાંબી ચાલે તેવી શક્યતા છે.

2000ની નોટો મોટા પ્રમાણમાં જમા થઈ અને ઇન્કમટેક્સ વિભાગને જાણ થતા ની સાથે જ દરોડાની કાર્યવાહી શરૂ કરી. થોડા દિવસ પહેલા 2000ની નોટો ના જમીનોના વહીવટની ગંધ ઇન્કમટેક્સ વિભાગને આવી ગઈ હતી. રાજકોટ મોટા માથા ગણાતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સમાં 36 કલાકથી ઇન્કમટેક્સની સર્ચ ઓપરેશન યથાવત છે. અમદાવાદ થી પણ 25 જેટલા ઇન્કમટેક્સના અધિકારીઓ રાજકોટ પહોંચ્યા છે. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે. બંને જ્વેલર્સોના ઘર અને ઓફિસોમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટના કાલાવડ રોડ અને પેલેસ રોડ પર બંને જ્વેલર્સને બંને શોરૂમ ઉપર અધિકારીઓ દ્વારા રાઉન્ડ ક્લોક કાર્યવાહી થઈ હી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget