Oppo મોબાઇલ પર દેશવ્યાપી દરોડાથી ખળભળાટ, રાજકોટમાં પણ દરોડા
ઓપો મોબાઇલ પર દેશવ્યાપી દરોડા પડતાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. ગુજરાતનાં ડીલર પર પણ તવાઇ બોલાવી છે.
રાજકોટઃ ઓપો મોબાઇલ પર દેશવ્યાપી દરોડા પડતાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. ગુજરાતનાં ડીલર પર પણ તવાઇ બોલાવી છે. પુજારા ટેલિકોમ મુખ્ય ડીલર છે. રાજકોટનાં પુજારા ટેલિકોમ પર દરોડા પડ્યા છે. યોગેશ પુજારા-રાહિલ પુજારાને ત્યાં સર્ચ ચાલું છે. દેશવ્યાપી દરોડાથી ભારે ચર્ચા જાગી છે.
Dwarka : યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બંધાતા રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ, પછી જે થયું તે જાણીને હચમચી જશો.....
દ્વારકાઃ દ્વારકાના આરંભડાની યુવતીએ આત્મવિલોપન કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવતી એક યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. કોઈ બાબતે પ્રેમી સાથે તકરાર થતાં અગ્નિસ્નાન કરી લીધું હતું. પોલીસે યુવક સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, આરંભડામાં લિવ ઇનમાં રહેતી યુવતીએ યુવકના ત્રાસથી કંટાળી શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. પોલીસે મૃતકના ભાઇની ફરીયાદના આધારે આપઘાત માટે મજબુર કરી હડધૂત કરવા અંગે ગુનો નોંધ્યો છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના આરંભડાની સીમમાં રહેતા ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઈ ચુડાસમા નામનો ઈસમ સાથે યુવતી છેલ્લા એક વર્ષથી રિલેશનમાં હતા.
ગોપાલ ઉર્ફે સુમિત પ્રેમિકાને ધાક ધમકી આપતો હતો કે ‘’ આપણા રિલેશનની કોઈને જાણ થવી ન જોઈએ અને કોઈને જાણ થશે તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ અને તને બદનામ કરી નાખીશ ‘’ તેમ ધાક ધમકીઓ અને માનસિક ત્રાસ આપતો હતો, એટલું જ નહિ ગોપાલ ઉર્ફે સુમિતે યુવતી અને તેના ભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતો હોવાનુ જાહેર થયુ છે.
આ બધાથી કંટાળી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ કેરોસીન છાંટતા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ આપઘાત માટે મજબુર કરવા, એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.