શોધખોળ કરો

રાજકોટ-જૂનાગઢમાં જવેલર્સ અને બિલ્ડરને ત્યાં IT દરોડા યથાવત, સોની બજારમાં સોપો પડી ગયો

વર્ધમાન બિલ્ડર ગ્રુપની ઓફિસ મકાનમાં દરોડા કાર્યવાહી ચાલી રહી છે. જૂનાગઢની સી વી એમમાં તપાસનો દોર યથાવત છે.

Rajkot: રાજકોટમાં IT વિભાગે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આશરે દોઢ ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. ગઈકાલની કાર્યવાહી આજે પણ યથાવત છે. રાજકોટની શિલ્પા રાધિકા જ્વેલર્સને ત્યાં દરોડા કાર્યવાહી યથાવત છે. વર્ધમાન બિલ્ડર ગ્રુપની ઓફિસ મકાનમાં દરોડા કાર્યવાહી ચાલી રહી છે. જૂનાગઢની સી વી એમમાં તપાસનો દોર યથાવત છે. કરોડો રૂપિયા નાં બેનામી વ્યવહાર બહાર આવે તેવા સંકેત છે. આ દરોડામાં બૅંક લોકર સીલ કરી દેવાયા છે. મળથી માહિતી મુજબ ત્રણ દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલશે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે તો કેટલીક દુકાનો ખુલી જ નથી. કલકતાનું કનેક્શન ખૂલતા IT ની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટ નો IT નાં અધિકારી સહીત સ્ટાફની ટિમો મોડી રાત સુધી તપાસમાં લાગ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી અન્ય જ્વેલર્સ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની સમગ્ર તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટ-જૂનાગઢમાં જવેલર્સ અને બિલ્ડરને ત્યાં IT દરોડા યથાવત, સોની બજારમાં સોપો પડી ગયો

રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. રાધિકા જ્વેલર્સના કોલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા છે.

મળતી માહિતી મુજબ બે જ્વેલર્સને ત્યાંથી ૨-૨ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આઇટી વિભાગ દ્રારા કુલ ૨૫ જેટલા બેંક ખાતામાં તપાસ હાથ ધરાઇ છે. ઢગલાબંધ દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓના પણ બેંક ખાતાની તપાસ હાથ ધરાશે. આઇટી વિભાગ દ્રારા દરેક જ્વેલર્સને ત્યાં કામ કરતા કર્મચારીઓના મોબાઇલ કબ્જે લેવામાં આવ્યા છે. આઇટી વિભાગ દ્રારા વેલ્યુઅરની મદદ લેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી હજુ લાંબી ચાલે તેવી શક્યતા છે.

2000ની નોટો મોટા પ્રમાણમાં જમા થઈ અને ઇન્કમટેક્સ વિભાગને જાણ થતા ની સાથે જ દરોડાની કાર્યવાહી શરૂ કરી. થોડા દિવસ પહેલા 2000ની નોટો ના જમીનોના વહીવટની ગંધ ઇન્કમટેક્સ વિભાગને આવી ગઈ હતી. રાજકોટ મોટા માથા ગણાતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સમાં 36 કલાકથી ઇન્કમટેક્સની સર્ચ ઓપરેશન યથાવત છે. અમદાવાદ થી પણ 25 જેટલા ઇન્કમટેક્સના અધિકારીઓ રાજકોટ પહોંચ્યા છે. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે. બંને જ્વેલર્સોના ઘર અને ઓફિસોમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટના કાલાવડ રોડ અને પેલેસ રોડ પર બંને જ્વેલર્સને બંને શોરૂમ ઉપર અધિકારીઓ દ્વારા રાઉન્ડ ક્લોક કાર્યવાહી થઈ હી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget