શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ખાદ્યતેલના ભાવ ઘટ્યા, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

મગફળીની બમ્પર આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે.

મગફળીનો નવો પાક આવવાની ખાદ્યતેલના ભાવ ઘટ્યા હતા. મગફળીની બમ્પર આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે.  રાજકોટમાં તેલ બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા વીસ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 200 રૂપિયા જ્યારે સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલ બજારમાં અને યાર્ડોમાં મગફળીની આવકોમાં વધારો હતો. પણ હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંગતેલમાં કોઈ ફેરફાર હતો અને નહીં ભાવ સ્થિર રહ્યા હતા.

હાલમાં અન્ય તેલની કિંમતો પણ કોઈ ખાસ ફેરફાર થયો નથી. સિંગતેલના 15 કિલોના 2600થી 2650 તો સિંગતેલ લેબલ નવા 2410થી 2460 છે.  કપાસિયાના 15 કિલોના 2085થી 2135 થયા છે. જ્યારે પામોલીનના 1530થી 1535, સનફ્લાવરના 2150થી 2230, મકાઈ તેલના 1970થી 2040, સરસીયુ તેલના 2270થી 2290નો ભાવ રહ્યો હતો. તેમજ વનસ્પતિના 1500થી 1610, કોપરેલના 2410થી 2460 અને દિવેલના 2490થી 2520ના ભાવો હતા.

દક્ષિણ ગુજરાત પર તોફાન Mandousનો ખતરો

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે માઠાના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સાયક્લોન Mandousની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઈ છે. જેને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે 13 અને 14 ડિસેમ્બરે ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, નર્મદા તો 15 ડિસેમ્બરે સુરત, તાપી, ભાવનગરમાં માવઠુ પડી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમથી સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઈ શકે છે. ફરી કમોસમી વરસાદને લઈ નવસારીમાં બાગાયતી પાકને નુકસાનની ભીતી છે.

આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપી દેવાઈ છે. વર્ષ 2022 માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન થયું છે એવામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઈને ખેડૂતોમાં હાલ ચિંતા વધી છે. ગણદેવી, અમલસાડ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક ઉપાયો કરી રહ્યા છે.

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે.  રાજ્યના છ શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીને નીચે પહોંચી ગયો છે.  જ્યારે ચાર શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે.  નવ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.  રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીની વાત કરીએ તો નલિયા બાદ કેશોદમાં ઠંડીનો પારો 12.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.  જ્યારે ડીસામાં ઠંડીનો પારો 12.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.  વડોદરામાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો હતો.  જ્યારે મહુવામાં ઠંડીનો પારો 13.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.  વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.  તો વલસાડ, ભૂજ, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં  PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડAlpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગોAmreli Murder Case : અમરેલીમાં ખૂદ બનેવીએ જ કરી નાંખી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Horoscope Today 25 november 2024 : મેષથી લઇને મીન રાશિ સહિત તમામ 12 રાશિઓનું વાંચો આજનું રાશિફળ
Horoscope Today 25 november 2024 : મેષથી લઇને મીન રાશિ સહિત તમામ 12 રાશિઓનું વાંચો આજનું રાશિફળ
Embed widget