Rajkot: ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ ફોર્ચ્યુનર કાર, 25 વર્ષના યુવકનું ઘટનાસ્થળે મોત
રાજકોટમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં જામનગર હાઈવે પર તરઘડી નજીક એક ફોર્ચ્યુનર કાર ધડાકાભેર ટ્રકની પાછળ ઘુસી જતા ગેમ ઝોનના માલિકનું મોત થયું છે.
રાજકોટ: રાજકોટમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં જામનગર હાઈવે પર તરઘડી નજીક એક ફોર્ચ્યુનર કાર ધડાકાભેર ટ્રકની પાછળ ઘુસી જતા ગેમ ઝોનના માલિકનું મોત થયું છે. રાત્રે બનેલી અકસ્માતની આ ઘટના એટલી ગંભીર હતી કે તેમાં ફોર્ચ્યુનર કારના આગળના ભાગથી ભુક્કો થઈ ગયો હતો. આ અકસ્માતમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નોકઆઉટ ગેમઝોનના સંચાલક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.25)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.25) ગઈકાલે રાત્રિના પડધરીના તરઘડી પાસેથી રાજકોટ તરફ આવતા હતા. આ દરમિયાન માર્ગ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે જાણ થતા પડધરી પોલીસ સ્ટાફ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પડધરી હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
17 જુલાઇથી રાજ્યમાં ફરી મેઘમહેર, આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 18 જુલાઇ બાદ વરસાદનું જોર વઘશે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 18 જુલાઇ બાદ ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે તો. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ રહેશે. 18 જુલાઇ બાદ ફરી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને 18 જુલાઇ બાદ સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 18 જુલાઇ બાદ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે 17 અને 18 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે. જેના લઇને આ બંને દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવવામાં આવી છે. આજે વલસાડ નવસારી સુરત સમામાન્ય વરસાદનો અનુમાન છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં આગામી 24 કલાક વાદળ છાયું વાતાવરણ રહેશે.
અમરેલીમાં વરસાદી માહોલ
આજે અમરેલી જિલ્લાના ાઅલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો. સાવરકુંડલા, ધારી, બગસરા અને ધારી પંથકના કેટલાક ગામોમાં પણ વરસાદ વરસ્યો. સરસિયા, જીરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આંબરડી ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ આજ વરસાદ વરસ્યો.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. 17થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીમાં અતિભારે અને વડોદરા, આણંદ, ખેડામાં અતિભારે વરસાદનો અનુમાન હી અંબાલાલે વ્યક્ત કર્યો છે. ઉપરાંત આહવા, ડાંગ, અમરેલી, ગીર સોમનાથમાં પણ 17થી 20 જુલાઇબ વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.