શોધખોળ કરો
રાજકોટઃ યુવકને પરીણિત યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીના પતિના કોન્સ્ટેબલ બનેવીને થઈ ગઈ આ સંબંધોની જાણ ને...
વિક્રમ છગનભાઈ ખાંડેખા(ઉં.વ.34)ને આરોપીના સાળાની પત્ની સાથે સંબંધ હતા. યુવક કોન્સ્ટેબલના સાળાની પત્ની સાથે મોબાઇલ પોન, સોશિયલ મીડિયા પર વાતચીત કરતો હતો.

પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ મહિના પહેલા ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને યુવકે કરેલી આત્મહત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે એ ડિવિઝન પોલીસે રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક યુવકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવા અને મારી નાખવા ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. યુવકના મોટાભાઈએ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે. યુવકને પોલીસ કોન્સ્ટેબલ ધમકી આપતા હોવાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, વિક્રમ છગનભાઈ ખાંડેખા(ઉં.વ.34)ને આરોપીના સાળાની પત્ની સાથે સંબંધ હતા. યુવક કોન્સ્ટેબલના સાળાની પત્ની સાથે મોબાઇલ પોન, સોશિયલ મીડિયા પર વાતચીત કરતો હતો. આ અંગે કોન્સ્ટેબલને જાણ થતાં તેણે સાળાની પત્ની સાથે સંબંધ ન રાખવા માટે જણાવ્યું હતું. તેમજ સંબંધ રાખશે, તો બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી મળ્યા પછી વિક્રમે ગત 19મી ડિસેમ્બરે રાજકોટના અશ્વીન ગેસ્ટ હાઉસના રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના મોટાભાઈએ પોલીસ ફરિયાદ કરતાં રાજકોટ એ ડિવિઝન પોલીસે કોન્સ્ટેબલ ભરત જીવણભાઈ સવસેટા સામે આઇપીસી કલમ 306 ,506(2), મુજબ ફરિયાદ નોંધી છે.
વધુ વાંચો





















