(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મતદાર યાદીમાંથી મેહુલ રૂપાણીનું નામ થયું કમી, કહી આ વાત
મેહુલ રૂપાણી અધ્યાપક ન હોવા છતાં પણ ડીન તરીકે કાર્યો કરતા રહ્યા. મેહુલ રૂપાણી પાસે કોઈ લાયકાત ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
Rajkot News: રાજકોટ મતદાર યાદીમાંથી મેહુલ રૂપાણીનું નામ કમી થવા મુદ્દે તેમણે વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું, મને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. કાકા વિજય રૂપાણીની લોકપ્રિયતા અકબંધ હોવાના કારણે બદનામ કરવા કાવતરું રચવામાં આવ્યું છે. વિજય રૂપાણી અને મારા પરિવારને બદનામ કરવા કાવતરું રચવામાં આવ્યું છે, હું યુનિવર્સિટીનો માન્યતા પ્રાપ્ત ટીચર છું.
આ ઉપરાંત તેમણે કહ્યું, વર્ષ 2012 અને 2017માં લાયકાત અને નિયમ મુજબ ચૂંટણીમાં ઉમેદવારી કરી અને જીત્યો હતો. ડો.ગીરીશ ભીમાણી મારા ગુરુ છે, બે વાર હું ડીન રહ્યો બાદમાં મેં ડીન પર છોડ્યું અને ગિરીશ પ્રમાણે ડીન બન્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન બન્યા બાદ તેઓ કુલપતિ બન્યા છે. જે બાદ કુલપતિએ કહ્યું, મેહુલ રૂપાણીએ સેનેટની મતદાર યાદી બનાવતા સમયે ફોર્મ 16 A જમા ન કરાવતા મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું છે.
મેહુલ રૂપાણી અધ્યાપક ન હોવા છતાં પણ ડીન તરીકે કાર્યો કરતા રહ્યા. મેહુલ રૂપાણી પાસે કોઈ લાયકાત ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. તેઓ લાયકાત વગર 3 વર્ષ ડીન, 5 વર્ષ સેનેટ સભ્ય રહ્યા. 5 વર્ષ સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા અને ડીનની ચૂંટણી લડી. યુનિવર્સિટીમાં અનેક મહત્વની જગ્યાએ કામગીરી કરી. ત્યારે યુનિવર્સિટીએ મેહુલ રૂપાણી પાસે અધ્યાપકના પુરાવા માંગ્યા હતા. ત્યારે મેહુલ રૂપાણી કોઈ પુરુવા રજૂ ન કરી શક્યા. પુરાવા રજૂ ન કરતા મતદાર યાદીમાંથી નામ કાઢી નખાયું છે. અધ્યાપક ન હોવા છતાં કઈ રીતે હોદ્દા ભોગવ્યા તેને લઈ સવાલ છે. પોતાના પર લાગેલા આક્ષેપોને મેહુલ રૂપાણીએ ફગાવ્યા છે. મેહુલ રૂપાણીએ કહ્યું કે, સેનેટની ચૂંટણીમાંથી દૂર રહેવાનું હોવાથી ન રજૂ કર્યા પુરાવા. નિયમોને આધારે જ ભરતી પ્રક્રિયા થઈ હોવાનો દાવો તેણે કર્યો.
આ વિવાદ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીની પત્રકાર પરિષદ સંબોધી હતી. પૂર્વ સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણીનું મતદાર યાદીમાંથી નામ કમીને લઈને તેઓએ જણાવ્યું કે, મતદાર યાદી મામલે કાયમી અધ્યાપકો માટે 16A ફોર્મ ફરજીયાત કરવામાં આવ્યું હતું. સરકારી પગાર લેતા હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છે. મેહુલ રૂપાણીએ 16A ફોર્મ રજૂ ન કરતા મતદાર યાદીમાંથી નામ કમી થયું છે. મેહુલ રૂપાણીનું નામ આગાઉ મતદાર યાદીમાં હતું. મેહુલ રૂપાણીએ ચાલુ વર્ષે ચકાસણી દરમિયાન 16A ન આપતા ચાલુ વર્ષની મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું છે.