રાજકોટ અને સુરતમાં સરકારી કચેરીઓમાં લાલીયાવાડી , ઓફિસો બંધ છતા લાઈટ અને પંખા ચાલુ
રાજકોટ અને સુરતમાં સરકારી કચેરીઓમાં વીજળીના દુર્વ્યયનો પર્દાફાશ થયો હતો
![રાજકોટ અને સુરતમાં સરકારી કચેરીઓમાં લાલીયાવાડી , ઓફિસો બંધ છતા લાઈટ અને પંખા ચાલુ Misuse of electricity in government offices in Rajkot and Surat was exposed રાજકોટ અને સુરતમાં સરકારી કચેરીઓમાં લાલીયાવાડી , ઓફિસો બંધ છતા લાઈટ અને પંખા ચાલુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/45dc8ed3d8bd9140227e879479ff82fa168257058900074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ રાજકોટ અને સુરતમાં સરકારી કચેરીઓમાં વીજળીના દુર્વ્યયનો પર્દાફાશ થયો હતો. મહાનગરપાલિકાની કચેરીમાં વીજળીનો બગાડ થતો હોવાનો દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા હતા. દ્રશ્યોમાં જોય શકાય છે કે લોકલ ફંડ ઓડિટ સ્ટાફ વિભાગની કચેરી બહાર તાળા લાગ્યા છે. જ્યારે કચેરીની અંદર પંખા અને લાઈટ ચાલુ છે. તો સવારના સાડા નવ વાગ્યાની આસપાસ ઓફિસ પર તાળુ લાગ્યું છે. જેના કારણે રાતભર લાઈટ અને પંખા ચાલુ રહ્યાની શક્યતા છે. જેની સામે મહાનગરપાલિકા કચેરીમાં વીજળી વ્યયને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટની ઓફિસમા કૂતરા પણ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા.
તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા અઠવા ઝોનમાં પણ અધિકારીઓની લાલિયાવાડી જોવા મળી હતી. ઓફિસમા અધિકારીઓની ખુરશીઓ ખાલી હતી છતાં પણ લાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વીજળી બચત માટે અપીલ કરી છે ત્યારે અઠવા ઝોનના અધિકારીઓ મુખ્યમંત્રીની અપીલને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
Rajkot: રાજકોટ કોર્પોરેશનમાંથી વિપક્ષનું પદ કરાયું રદ, કૉંગ્રેસના ભાજપ પર પ્રહાર
રાજકોટઃ રાજકોટ કોર્પોરેશનમાં ઇતિહાસમાં પ્રથમવાર વિપક્ષનું પદ છીનવી લેવામાં આવ્યુ છે. વર્ષ 2005માં મહાનગરપાલિકામાં છેલ્લે કોગ્રેસનું શાસન હતું. આજે રાજકોટ મહાનગરપાલિકામાં કોગ્રેસ પાસે વિપક્ષનું પદ રહ્યું નથી. આંતરિક લડાઇના કારણે વિપક્ષ પદ પણ કોગ્રેસ જાળવી શકી નહોતી. વિપક્ષ નેતા ભાનુબેન સુરાણીની કાર અને ઓફિસ સગવડ શાસકોએ છીનવી લીધી હતી.
જૂનાગઢ પછી રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં વિપક્ષ વગરના રાજની પ્રથમ ઘટના છે. રાજકોટમાં 72 કોર્પોરેટરમાં 68 ભાજપના, બે કોગ્રેસના અને બે આપના કોર્પોરેટરો છે.
કોંગ્રેસના એકમાત્ર અગ્રણી મહેશ રાજપૂત જ મનપા કચેરીએ પહોંચ્યા હતા. મહેશ રાજપૂતે કહ્યું હતું કે લોકશાહીનો અવાજ દબાવવાની શાસકોની પેરવી કરી છે. મેયરો રાતોરાત વિપક્ષી નેતાનું કાર્યાલય અને કાર છીનવી લીધી હતી. સવારે 11 વાગ્યે પત્ર મળ્યો અને બપોર થતા ફાયરબ્રિગેડે કાર જપ્ત કરી લીધી હતી. એક જ દિવસમાં એસ્ટેટ વિભાગે ઓફિસ ખાલી કરી દેવાનો પત્ર આપ્યો હતો. સામાન્ય નોટિસમાં પણ એક સપ્તાહનો જવાબ આપવામાં આવે છે.
કોંગ્રેસના નેતા અશોક ડાંગરે શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. અશોક ડાંગરે કહ્યું હતું કે પોતાના આકાઓને ખુશ કરવા માટે વિપક્ષ પદ છીનવી લીધું હતુ. અશોક ડાંગરે ભૂતકાળ યાદ કરાવ્યો હતો. ભાનુબેન સુરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતા પદ લઈ લીધું છે. શિક્ષણ સમિતિ આખે આખી બરખાસ્ત કરવામાં આવી હતી. અશોક ડાંગરે કહ્યું હતું કે અમે બગીચામાં બેસીને અમે લોકોના પ્રશ્નો હલ કરીશું. મહાનગરપાલિકાના મેયરને અમે પત્ર લખીને વિરોધ પક્ષના કાર્યાલય માંગણી કરીશું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)