શોધખોળ કરો
Advertisement
મોરબી પેટાચૂંટણીઃ ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને આઇ.કે. જાડેજાનું મોટું નિવેદન, જાણો વિગત
આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી સહિત 8 બેઠકો ભાજપ જીતશે. મોરબીના ઉમેદવારને લઈને બ્રિજેશ મેરજાનું નામ ચાલી રહ્યું છે.
મોરબીઃ ગુજરાતમાં આગામી દિવસોમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબીની ચૂંટણીના ઇન્ચાર્જ અને ભાજપના નેતા આઈ.કે જાડેજાએ ઉમેદવારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મોરબી સહિત 8 બેઠકો ભાજપ જીતશે. મોરબીના ઉમેદવારને લઈને બ્રિજેશ મેરજાનું નામ ચાલી રહ્યું છે.
આઇ.કે. જાડેજાએ ઉમેર્યું હતું કે, પાર્લામેન્ટરી બોર્ડમાં બ્રિજેશ મેરજાનું નામ મુકાયું છે. મોરબી ભાજપના નેતા કાંતિભાઈ અમૃતિયાને સાંભળવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement