ખોડલધામ ચેયરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે શું કરી જાહેરાત, જાણો
ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. રાજકોટમાં જિમના ઉદ્ધાટનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને નરેશ પટેલ બંને એકસાથે જોવા મળ્યા હતા.
રાજકોટ: ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. રાજકોટમાં જિમના ઉદ્ધાટનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને નરેશ પટેલ બંને એકસાથે જોવા મળ્યા હતા. રાજકોટના મવડી ચોકડીમાં જિમના ઉદ્ધાટનના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અને નરેશ પટેલ એકસાથે જોવા મળ્યા હતા. રાજકારણમાં જોડાવવા અંગે ફરી એકવાર નરેશ પટેલે તારીખ પે તારીખ આપી છે. જિમના ઉદ્ધાટન પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે પત્રકારોએ રાજકારણમાં જોડાવવા અંગે નરેશ પટેલને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેના જવાબમાં ખોડલધામ ચેયરમેન નરેશ પટેલે પત્રકારોને એક સપ્તાહમાં નિર્ણય જાહેર કરવાની જાહેરાત કરી છે. રાજકારણમાં પ્રવેશ કરીશ કે નહીં તે મુદ્દે એક સપ્તતાહમાં નિર્ણય જાહેર કરવાનો દાવો કર્યો છે.
પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટો વાળા બેનર
રાજકોટમાં પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટો વાળા બેનર લાગતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ બેનરમાં એક બાજુ નરેશ પટેલ, તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાની તસ્વીર દેખાઈ રહી છે. રાજકોટના મવડી રોડ પર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ભાજપના નેતાઓના બેનર લાગ્યા છે અને તેમાં લખ્યું છે, “હાર્ટલી વેલકમ.” જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમને લઈને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આ બેનર લાગ્યા છે. બેનરમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની તસ્વીરો એક સાથે દેખાતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે અને લોકોમાં અનેક પ્રકારની અટકાળો વહેતી થઇ છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે બાબતે ફરી ચર્ચા થઇ રહૈ છે. રાજકીય આગેવાનો અને લોકોમાં ચર્ચા સાથે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે?