શોધખોળ કરો

અમદાવાદ બાદ હવે રાજકોટમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, SOGએ કરી મોટી કાર્યવાહી

Rajkot News : રાજકોટમાં SOGએ મોટી કાર્યવાહી કરી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

Rajkot : ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરો અને વેચનારાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.  ગઈકાલે 30 મેં ના રોજ અમદાવાદમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ  ડ્રગ્સ પેડલરોની અટકાયત કરવામાં આવી હતી, જયારે આજે 1 મે ના રોજ રાજકોટમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 

રાજકોટમાંથી ઝડપાયું MD ડ્રગ્સ
રાજકોટમાં SOGએ મોટી કાર્યવાહી કરી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં રહેતા વસિમ નામના શખ્સને  એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ પોતાના પગરખાંના તળિયામાં આ ડ્રગ્સ સંતાડ્યું હતું. વિદ્યાર્થીઓ અને યુવાઓને ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવનાર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહૈ છે.

અમદાવાદમાં ડ્રગ્સ સાથે ત્રણ શખ્સ ઝડપાયા 
ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ કડીમાં હવે સિંધુભવન રોડ પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ પેડલરોની ધરપકડ કરી છે. 18.96 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે આરોપીઓ પાસેથી કુલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી 395 કિલો સૂતળી મળી આવી હતી, જેમાં 80-90 કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું. વાહનમાંથી હેરોઈનનો આ જથ્થો ઝડપાયો છે.

ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં 9 પાકિસ્તાનીઓ સાથે 'અલ હજ' નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 56 કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. DGPના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. મુઝફ્ફરનગરમાંથી 35 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્યા છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ATS-NCBનું સંયુક્ત ઓપરેશન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget