Hit & Run: રાજકોટમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, ત્રણ લોકોને ઇજા
અમદાવાદ હાઇવે પર આવેલા બેટી ગામ પાસે ઘટના બની હતી. જેને લઈ ફોર વ્હીલ નંબર GJ-3-MH-2789ના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
Rajkot News: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું અને ત્રણ લોકોને ઈજા થઈ હતી. રાજકોટ-આમદવાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ફોર વ્હીલ ચાલક છકડો રીક્ષાને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં છકડો રીક્ષા ચાલક કાનભાઈ લીંબડીયાનું મોત થયું હતું.
ક્યાં બની ઘટના
અમદાવાદ હાઇવે પર આવેલા બેટી ગામ પાસે ઘટના બની હતી. જેને લઈ ફોર વ્હીલ નંબર GJ-3-MH-2789ના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે કાર ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પહેલા રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 ઓગસ્ટે માત્ર પાંચ કલાકમાં હીટ એન્ડ રનના બે જેટલા બનાવ બન્યા હોવાનું સામે આવ્યું હતું. બંને બનાવમાં બે જેટલી વ્યક્તિના મોત નીપજતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં અમિત કાકડીયા (ઉવ.40) દ્વારા આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 તારીખે મારો ભત્રીજો સવારના સાત વાગ્યા આસપાસ હુડકો ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જઈ રહ્યો હતો. ત્યારે ખોખડદડ નદીના પુલ પાસે મોટરસાયકલ ત્રીજો હર્ષિદ કાકડીયાને (ઉવ.23) અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં મૃતક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કાકડીયા પરિવારે હાલ તો આશાસ્પદ દીકરાને ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.’ બીજી ઘટનામાં ચંદ્રભાણ ગુપ્તા (ઉવ.18) નામના વ્યક્તિ દ્વારા આજીડેમ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘10 તારીખે સરદાર ચોક પાસે બપોરના 12:00 વાગ્યાના અરસામાં મારા પિતા રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા (ઉવ.40) રેકડી લઈ સાઈબાબા સર્કલથી સરદાર ચોક તરફ જઈ રહ્યા હતા. ત્યારે ક્રેઈન ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા તેઓને ગંભીર ઈજા પહોંચે તે જેના કારણે સારવાર અર્થે તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તબીબ દ્વારા તેમને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ
આજે છે અધિક શ્રાવણનો અંતિમ શનિવાર, જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 ઉપાય
પૈસા પણ બનાવે છે આ કન્સ્ટ્રક્સન કંપની, વર્ષમાં જ ડબલ થઈ ગયા રૂપિયા